GSTV
Home » News » સિંભાવલી સુગર્સનું કૌભાંડ : 5762 ખેડૂતોના નામે લેવાઇ હતી લોન

સિંભાવલી સુગર્સનું કૌભાંડ : 5762 ખેડૂતોના નામે લેવાઇ હતી લોન

પંજાબની સિંભાવલી સુગર્સના પદાધિકારીઓએ ખેડૂતોને છેતર્યા અને બેંકને પણ 110 કરોડનો ચૂનો લગાવ્યો. કંપનીએ 5762 ખેડૂતોના નામે ખોટા કેવાયસી જારી કરીને દોઢસો કરોડની લોન મેળવી દીધી. અને લોનના થોડા હપ્તા ભર્યા બાદ બાકીની રકમ એનપીએ કરાવી લીધી.

પંજાબના હાપુડમાં આવેલી સિંભાવલી સુગર્સ મિલ દેશની સૌથી મોટી છે.. આ સુગર્સ મિલે શેરડીના ખેડૂતોને છતર્યા.. ખેડૂતોના નામે ઓરિએન્ટલ બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લીધી અને ખેડૂતોનેની સાથે સાથે બેંકને પણ છેતરી. 8 નવેમ્બર 2011માં કંપનીએ ઓરિએન્ટલ બેંકમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે સુગર મિલને બેંકે જણાવ્યું હતું કે આ લોનથી દરેક ખેડૂત એક યોજના હેઠળ સુગર મિલમાંથી જ સારા ઉત્પાદન માટે બીજ અને ખાતર ખરીદશે. સુરગ મિલે 5762 પરિવારોની એક યાદી બેંકમાં જમા કરાવી હતી. લોનની મર્યાદા પ્રતિ ખેડૂત 3 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. અને કંપનીનું કુલ રોકાણ 159 કરોડ રૂપિયાથી વધારે થતું ન હતું. આ યોજનાની મંજૂરી બાદ કંપનીએ ખેડૂતોના નામની સાથે તેમની જમીનના દસ્તાવેજ અને રેકોર્ડ પણ બેંકમાં પણ બેંકને ઉપલબ્ધ કરાવ્યા હતા.. સાથે જે કંપનીને કેવાયસી ફોર્મ પણ જમા કરવાના હતા.

સિંભાવલી સુગર્સના અધિકારીઓએએ ખેડૂતોને મળેલી રકમ પોતાના ખાતામાં સિફતપૂર્વક ટ્રાન્સફર કરી લીધી. 25 જાન્યુઆરી 2012થી માર્ચ 2012 દરમિયાન 5762 ખેડૂતોને લગભગ 148.59 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી. તમામ 5762 ખાતા ખોલાયા હતા. જેમાં લોન ટ્રાન્સફર કરાઈ હતી. પરંતુ આ પૂરી રકમ થોડા દિવસ બાદ કંપનીના એકાઉન્ટમાં જતી રહી અને કંપનીએ તેને બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી.. જોકે લગભગ 60 કરોડ રૂપિયા કંપનીએ હપ્તા દ્વારા બેંકને પરત કર્યા  હતા. પરંતુ બાકી 90 કરોડ રૂપિયા પરત ન કર્યા.. જે વ્યાજ સાથે કુલ રકમ 110 કરોડ રૂપિયા થયા.

હવે જ્યારે કંપનીએ બાકી રકમ ન આપી અને વ્યાજ સાથે રકમ 110 કરોડ થઈ ગઈ ત્યારે બેંકે કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. બેંક દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું કે કંપનીએ ખેડૂતોના નામ પર ખોટા કેવાયસી પ્રમાણપત્ર જારી કર્યા હતા. કંપનીએ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના ખાતામાંથી બીજી બેંકોમાં રકમ ટ્રાન્સફર કરી દીધી. માટે રકમનો દુરુપયોગ થયો. લોનનો હેતુ શેરડીનો પુરવઠાની ચૂકવણી કરવા માટે ઉપયોગ કરવાનો હતો. પરંતુ બેંકનું કહેવું છે કે એસબીઆઈના નેતૃત્વમાં ઘણી બેંકોના જૂથ દ્વારા 110 કરોડ રૂપિયાની કોર્પોરેટ લોન કંપની દ્વારા હપ્તા ન ચૂકવવાને કારણે 29 નવેમ્બર 2015ના દિવસે એનપીએ માં આવી ગઈ.

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!