GSTV
Home » News » સાયકલ પર ચાર વર્ષથી ભારતની યાત્રાએ નીકળેલ બિહારનો યુવક ગુજરાત પહોંચ્યો

સાયકલ પર ચાર વર્ષથી ભારતની યાત્રાએ નીકળેલ બિહારનો યુવક ગુજરાત પહોંચ્યો

દેશમાં સ્ત્રી-પુરુષના સેક્સ રેશિયોમાં સ્ત્રીઓની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે દીકરા અને દીકરીને સમાન ગણવાની સામાજિક જાગરૂકતા ફેલાય તે માટે બિહારનો યુવક સાયકલ ભ્રમણ પર નીકળ્યો છે.

છેલ્લા ચાર વર્ષથી ભારતની યાત્રાએ નીકળેલો બિહારના શિવનગર જિલ્લાનો રહેવાસી રાકેશકુમાર સિંહ હાલમાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવી પહોંચ્યો છે. 13 વર્ષીય પુત્રીના પિતા રાકેશકુમારને પુત્રીના જન્મ બાદ મિત્રો અને પડોશીઓ તેમજ સમાજ દ્વારા પરિવારમાં પુત્ર હોવા મામલે ટોકવામાં આવતો હતો.

આથી સમાજમાં પુત્રીઓને પણ પુત્રસમોવડી ગણવામાં આવે તે માટે દેશભરમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી રાકેશકુમારે 2014માં બિહારથી સાઈકલ ઉપર પ્રવાસ ખેડવાનું શરૂ કર્યું. અને એક પછી એક તેમ 15 રાજ્યોમાં લોક જાગૃતિ પ્રવાસ ખેડી હાલ 16માં રાજ્ય તરીકે ગુજરાતમાં આવી પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં તેમણે દેશમાં 23,300 કિલોમીટરનો સાઈકલ પ્રવાસ ખેડ્યો છે. પંચમહાલના હાલોલ અને પાવાગઢ આવી પહોંચેલા રાકેશકુમારે દીકરા-દીકરીને એક સમાન ગણવાનો સંદેશો આપ્યો હતો.

 

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!