સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે પુત્રને આપ્યું આ નામ, નામનો અર્થ છે એકદમ ખાસ

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથેનિકાહ કરનારી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો છે. સાનિયામિર્ઝાના પતિ શોએબ મલિકે ટ્વિટ કરીને આના સંદર્ભે જાણકારી આપી છે. સોશયલ મીડિયા પરચાહકોની સાથે સાથે રમત ગમત અને ફિલ્મ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્ટાર્સે  સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિકનેશુભેચ્છા પાઠવી છે.

શોએબ અને સાનિયાએ પોતાના પુત્રરત્નનું નામ ઇઝાન મિર્ઝા મલિક રાખ્યું છે. સાનિયા અને શોએબ માને છે કે પહેલું બાળક ભગવાનની ભેટ હોય છે તેથી તેમના માટે તેમનો દિકરો ભગવાનની ભેટ છે. ઇઝાનનો અર્થ છે ભગવાનની ભેટ.

ઉલ્લેખનીય છે કે બોલીવુડ કોર્યોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાને એક એનિમેટેડ તસવીર શેયર કરીને સોશયલ મીડિયા પર લખ્યું છે કે બેબી મિર્ઝા મલિક ઈઝ હીયર. આ તસવીર પર ફરાહનું ખુદનું એનિમેશન પણ છે. તેમાં તેણે લખ્યું છે કે તે ફોઈ બની ગઈ છે. ફરાહ ખાને તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે ફાઈનલી લાંબા સમય બાદ ઘણા સારા સમાચાર આવ્યા છે. શુભેચ્છાઓ સાનિયા મિર્ઝા, શોએબ મલિક અને બાળકના દાદી-નાની, ઈશ્વર તેને આશિષ આપે.

ફરાહ ખાન અને સાનિયા મિર્ઝા ઘણાં સ્થાનો પર એકબીજાની સાથે દેખાઈ ચુક્યા છે. તેઓ કપિલ શર્મા શૉ હોય કે કરણ જૌહર હોસ્ટેડ શૉ કોફી વિથ કરણ હોય. ફરાહ અને સાનિયા સાથે દેખાઈ ચુક્યા છે. પિતા બનેલા શોએબ મલિકે ટ્વિટ કરીને કહ્યુ છે કે ઘણી ઉત્સુકતા સાથે જણાવી રહ્યો છું કે પુત્ર થયો છે અને તેની પત્નીની તબિયત સારીચે અને હંમેશાની જેમ સ્ટ્રોન્ગ છે.

અહેવાલો છે કે સાનિયા મિર્ઝા ઈચ્છતી હતી કે ડિલીવરી બાદ તે ઝડપથી ટેનિસ કોર્ટ પર વાપસી કરે. તેમણે કહ્યુ છે કે સાનિયા મિર્ઝા 2020ના ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાની યોજના બનાવી રહી છે. 2009માં સાનિયા મિર્ઝાએ પોતાના બાળપણના મિત્ર સોહરાબ મિર્ઝા સાથે સગાઈ કરી હતી. જો કે બંનેના લગ્ન થયા નહીં અને 2010માં સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે નિકાહ કર્યા હતા. સાનિયા મિર્ઝાના ગર્ભવતી હોવાનું 23 એપ્રિલ-2018ના રોજ સોશયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter