આ થિન્ક ટેન્કના સંશોધક એશ્લે ટેલિસે કહ્યુ છે કે ભારત તરફથી આવી પ્રતિક્રિયા આવવાની જ હતી. આ પાકિસ્તાન માટે એક સંકેત છે અને ભારતના લોકો માટે એક આશ્વાસન છે. મોદી રી હુમલાને લઈને પેદા થયેલા આક્રોશમાં ખામોશ રહી શકે તેમ ન હતા. તેમણે કહ્યુ છેકે આતંકવાદીઓના લોન્ચ પેડ પર હુમલો કરવાના ઉદેશ્ય સ્પષ્ટ સંદેશો આપવાનો હતો કે ભારતે વળતી કાર્યવાહી કરવાની પોતાની આઝાદી ગુમાવી દીધી નથી. પરંતુ તણાવને વધુ ઉચ્ચસ્તરે નહીં લઈ જવાની જવાબદારી હવે પાકિસ્તાન ઉપર છે.
એક સવાલના જવાબમાં ટેલિસે કહ્યુ છેકે અમેરિકા સંયમની વાત કરશે. પરંતુ જ્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કડ કાર્યવાહીનો ઈરાદો દર્શાવવામાં નહીં આવે. ત્યાં સુધી આવી વાત અશક્ય છે. આવા સંજોગોમાં ભારત ખુદના હિતોને અનુરૂપ પગલા ભરશે. અમેરિકનોના સહનશીલતાના અનુરોધો પ્રમાણેની કાર્યવાહી નહીં કરે.
ટેલિસે એમ પણ કહ્યુ છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવા પ્રકારનું યુદ્ધ કરતું રહ્યું છે. તેવું તેના દ્વારા વ્યાપક સ્તરે ચાલુ રાખવામાં આવશે. સેન્ટર ફોર સ્ટ્રેટજીક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના રિક રોસોએ કહ્યુ છે કે ગત વર્ષે જ્યારે ભારતીય સેનાએ મ્યાંમારમાં આતંકવાદીઓ વિરુદ્ધ આવો હુમલો કર્યો હતો. ત્યારે આવી કાર્યવાહીનો એક સંકેત હતો. તેમણે કહ્યુ કે પઠાનકોટ મામલામાં ધીરજની સીમા તૂટી ચુકી હતી. ઉરી હુમલા પર પણ સૈન્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી આશા રાખવી અવાસ્તવિકતા હતી.