GSTV

સરહદે ચીનની વધતી ચંચૂપાતથી ભારત સંતર્ક

Last Updated on March 31, 2018 by

સરહદે ચીનની વધતી ચંચૂપાતથી ભારત સંતર્ક થઈ ગયું છે. સરહદ પર પેટ્રોલિંગ કરતા જવાનોની સંખ્યા વધારી દેવાઈ છે. ડોકલામ વિવાદ બાદ આમેય ચીન સાથેની સરહદ પર તંગદીલી વધુ રહે છે. એટલે સ્થિતિ પર ચાંપતી નજર રાખવી બહુ જરૂરી છે.

ભારતે છેલ્લા આઠ મહિનાઓમાં અરૂણાચલ પ્રદેશને અડીને આવેલી ચીન સરહદ પર સેનાની સંખ્યા વધારી દીધી છે. રણનીતિની દ્રષ્ટિએ સંવેદનશીલ મનાતા દિબાંગ, દાઉ દેલાઈ અને લોહિત ઘાટીમાં સેનાને તૈનાત કરી છે. 17 હજાર ફૂટની ઉંચાઈએ બરફના પર્વતો અને ઉંડી ખીણમાં વહેતી નદીઓ વચ્ચે પેટ્રોલિંગ ખૂબ મુશ્કેલ છે. ચીન હંમેશા આવા વિસ્તારો માટે ભારત પર દબાણ વધારતું હોય છે. આ સાથે જ સેનાએ ચીનની સરહદ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. જેથી ચીનની દરેક ગતિવિધી પર નજર રાખી શકાય. કહેવાય છે કે ડોકલામ વિવાદ બાદની સ્થિતિને ધ્યાન લઈને આ નિર્ણય લેવાયો છે.

સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ અરૂણાચલ પ્રદેશમાં સેના પોતાનું નેટવર્ક વિસ્તારી રહી છે. હેલિકોપ્ટરથી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરાય છે. આ ઉપરાંત સેના લોન્ગ રેન્જ પેટ્રોલ્સ વધારવા પર પણ ધ્યાન આપે છે. જેમાં નાની-નાની ટુકડીઓ 15 થી 30 દિવસ સુધી પેટ્રોલિંગ માટે મોકલાય છે. એલએસી પર શાંતિ જાળવી રાખવા ભારત અને ચીન બોર્ડર પર 1962 બાદ એકેય ગોળી છોડાઈ નથી. ભારત, ચીન અને મ્યાનમાર ટ્રાઈ-જંક્શન જેવા મહત્વના રણનીતિ વિસ્તારોમાં પણ સેના તૈનાત છે.

જોકે નામ ન આપવાની શરતે લશ્કરના અધિકારીએ કહ્યું છે કે ચીન તિબેટ સહિતની ભારતીય સરહદ નજીક ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. એટલે આ વિસ્તારોમાં ભારત પણ રોડ નેટવર્ક વધારે તે જરૂરી છે. જેથી સેનાને અવરજવરમાં તકલીફ ન પડે. ઉલ્લેખનીય છે કે, કિબિથુ પોસ્ટ સુધી સૈન્ય સામગ્રી લઈ જવામાં સેનાએ ફૂટ સસ્પેન્શન બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. જોકે લોહિત નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડવા માટે આ પુલ એકમાત્ર રસ્તો છે. એટલે કિબિથુ સુધી પહોંચવામાં તે મહત્વપૂર્ણ મનાય છે.

Related posts

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari

UP MEIN SAB BA/રવિ કિશનનું રેપ સોન્ગ ‘યુપી મેં સબ બા’ રિલીઝ, યુટ્યુબ પર મચાવી રહ્યું છે ધૂમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!