GSTV
Home » News » સરકારે ભ્રષ્ટાચાર વિષે ઉઠાવ્યુ વધુ એક પગલું, ચૂંટણી ફંડિંગને પારદર્શક કરવા બહાર પાડ્યા બોન્ડ

સરકારે ભ્રષ્ટાચાર વિષે ઉઠાવ્યુ વધુ એક પગલું, ચૂંટણી ફંડિંગને પારદર્શક કરવા બહાર પાડ્યા બોન્ડ

સરકારે ચૂંટણી ફંડિંગને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. નાણા પ્રધાન અરૂણ જેટલીએ ચૂંટણી બોન્ડની રૂપરેખા રજૂ કરી છે. આ પગલા પાછળ આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેનાથી ચૂંટણી ફંડને લઈને થઈ રહેલા ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે.

દરેક રાજકીય પક્ષોનું પોતાનું ચૂંટણી ભંડોળ હોય છે. અને ચૂંટણી ફંડને લઈને મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોય છે. ત્યારે મોદી સરકારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની નીતિમાં વધુ એક પગલું ઉઠાવ્યુ છે. નાણા પ્રધાન અરૂણ જેટલીએ ચૂંટણી ફંડને પારદર્શી બનાવવા માટે ચૂંટણી બોન્ડની જાહેરાત કરી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓ પરથી આ બોન્ડ મળી શકાશે. અને રાજકીય દળોને ફંડ આપવા માટે બોન્ડનો ઉપયોગ થશે. મહત્વની વાત એ છે કે આ બોન્ડ રૂપિયા એક હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડના મૂલ્યમાં પણ ઉપલબ્ધ થશે.

ચૂંટણી બોન્ડ પર દાન આપનાર દાતાનું નામ જાહેર નહીં થાય. તેને માત્ર અધિકૃત બેંક ખાતા દ્વારા 15 દિવસની અંદર જ પરત કરી શકાશે. જેટલીએ કહ્યું કે બોન્ડ ખરીદનારે એસબીઆઈને કેવાયસીની જાણકારી આપવી પડશે.

લોકસભામાં નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે ચૂંટણી બોન્ડને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. અને આ વ્યવસ્થા શરૂ થતા જ દેશમાં રાજકીય પક્ષને મળનારા દાનની પૂરી પ્રક્રિયા ઘણી હદે પારદર્શક બની જશે. જેટલીએ કહ્યું કે રાજકીય પક્ષોને દાન માટે વ્યાજ મુક્ત બોન્ડ એસબીઆઈમાંથી જાન્યુઆરી, એપ્રિલ, જૂલાઈ અને ઓક્ટોબરમાં 10 દિવસો સુધી ખરીદી શકાશે.

સામાન્ય ચૂંટણીવાળા વર્ષમાં આ વિન્ડો 30 દિવસ સુધી ખુલ્લી રહેશે.  લગભગ તમામ રાજકી પાર્ટીઓને ચૂંટણી ફંડ રોકડમાં લેવાતું હોય છે. જેમાં ઘણી ઘાલમેલ અને ભ્રષ્ટાચાર થતો હોય છે. ત્યારે મોદી સરકારે ચૂંટણી ફંડમાં ભ્રષ્ટાચાર રોકવા બોન્ડ અમલી બનાવ્યા છે.

ચૂંટણી બોન્ડ તેવા નોંધાયેલા રાજકીય દળોને અપાશે તેને પાછલી ચૂંટણીઓમાં ઓછામાં ઓછા એક ટકા મત મળ્યા હોય.  હાલ રાજકીય પક્ષોમાં મોટાભાગનું દાન રોકડમાં મળે છે. અને તેમાં પારદર્શીતા જળવાતી નથી. નવેમ્બર 2016માં નોટબંધી બાદ ચૂંટણી ફંડ માટે બોન્ડ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2017-18ના બજેટ દરમિયાન જેટલીએ ચૂંટણી બોન્ડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અને હવે સરકારે તેને અંતિમ સ્વરૂપ આપી દીધુ છે.

 

Related posts

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

Mayur

વેસ્ટ ઈન્ડિઝનો દ્રવિડ : ભારત સામે 1 કલાક 35 મિનિટ બેટીંગ કરી પણ એક રન ન કર્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!