સપનામાં આવો અનુભવ થતો હોય તો સમજી લો ખુલી જશે ભાગ્યના દ્વાર

જ્યોતિષ શાસ્ત્રમાં સપનાનું વિશેષ મહત્વ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના શુભ ફળ મળવાના અને ભાગ્યોદય થવાના સંકેત કરે છે જ્યારે કેટલાક સપના આવનારા સમયમાં બનનાર અશુભ ઘટના તરફ સંકેત કરે છે. સપનામાં ઘણીવાર લોકોને કોઈ વસ્તુઓ ખાધા પીધાનો અનુભવ પણ થતો હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુઓ સપનામાં ખાધાનો અનુભવ કરવો ભાગ્યોદય તરફ સંકેત કરે છે. 

1. સપનામાં આમળા ખાવા ધન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરે છે. જો તમે સપનામાં આમળા ખાતા ન હોય અને તેને માત્ર જોયા હોય તો તમારી કોઈ અધુરી ઈચ્છા હશે જે પૂર્ણ થઈ શકે છે.

2. આદુ ખાધાનો અનુભવ કરવો પણ માન સમ્માન અને ધનમાં વૃદ્ધિ થવાનો સંકેત કરે છે. 

3. અનાનાસ ખાવાનો અનુભવ તમને જણાવે છે કે તમારે શરૂઆતમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ ત્યારબાદ ચોક્કસથી ધનલાભ થશે. 

4. આઈસક્રીમ ખાધાનો અનુભવ જીવનમાં સુખ શાંતિ વધવાનો સંકેત કરે છે. આ સંકેત ધનના આગમનને પણ દર્શાવે છે. 

5. અખરોટ ખાધાનો અનુભવ પણ અચાનક ધનલાભ થવાનો સંકેત કરે છે. 

6. સપનામાં અજવાયન ખાવાનો સંકેત સારા સ્વાસ્થ્ય તરફ સંકેત કરે છે. તેનાથી ધનલાભ થાય છે. 

7. કેરી ખાધી હોય તેમ જણાય તો ધન અને સંતાન સુખ પ્રાપ્ત થવાનો સંકેત સમજવો.

8. આમલી ખાધાનો અનુભવ શુભ માનવામાં આવે છે જો કે પુરુષ માટે આ સપનું અશુભ સંકેત ગણાય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter