સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ બિમારીઓનો કરે છે સામનો

સદીના મહાનાયક કહેવાતા થેસ્પિયન અમિતાભ બચ્ચન ઘણી બિમારીઓનો સામનો કરે છે. કુલી ફિલ્મના શૂટિંગ થયેલી ઈજા તેમને લગભગ મોતના મુખ સુધી લઈ ગઈ હતી. તો ડિસેમ્બર 2015માં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમનું લિવર માત્ર 25 ટકા જ કામ કરે છે.

મિલેનિયમ સ્ટાર, સદીના મહાનાયક, બોલિવૂડના શહેનશાહ, ઓરિજીનલ એન્ગ્રિ યંગમેન. આવા તો કેટલાય ખિતાબ પોતાના નામે કરી ચૂક્યા છે અમિતાભ બચ્ચન. 76 વર્ષે પણ તેમની એનર્જી આજકાલના યંગસ્ટાર્સને શરમાવે તેવી રહી છે. કામ માટેની તેમની નિષ્ઠા હંમેશા કાબિલ-એ-તારીફ રહી છે. જોકે, એક્ટિંગ માટેના આ પેશન પર તેમની નાદુરસ્ત તબિયત અને તેમની બિમારી ઘણીવાર બ્રેક લગાવતી જોવા મળી.

જુલાઈ, 1982માં કુલી ફિલ્મના શૂટિંગ સમયે જીવલેણ ઈજા

બિગ બીની તંદુરસ્તીમાં સૌથી પહેલો ઝાટકો લાગ્યો કુલી ફિલ્મના શૂટિંગ સમયે થયેલી ખતરનાક ઈજા સાથે. 26મી જુલાઈ 1982ના રોજ કુલી ફિલ્મના શૂટિંગ સમયે જીવલેણ ઈજા થયા બાદ અમિતાભ બચ્ચનના જીવવાની આશા ડોક્ટર્સ પણ છોડી ચૂક્યા હતાં. તેમ છતાં, મોતને માત આપીને બિગ બી બેઠા થયા. આ ઘટના બાદથી 2જી ઓગસ્ટને પોતાના બીજા જન્મદિન તરીકે ઉજવે છે. આ દિવસે તેમને થોડી વાર માટે ક્લિનિકલી ડેડ જાહેર કરવામાં આવ્યા હતા પણ બાદમાં તેઓ જીવંત થયા.

માનસિક અને શારિરીક રીતે નબળાઈ મહેસુસ કરવા લાગ્યા હતા

તો બાદમાં 1984માં જૂન મહિનામાં તેમને માયઅસ્થેનિયા ગ્રેવિસ નામની રેર ન્યુરોમસક્યુલર બિમારી થઈ હતી. વધારે પડતા તણાવને કારણે આ બિમારી થતી હોય છે. માયઅસ્થેનિયા ગ્રેવિસને કારણે તેઓ માનસિક અને શારિરિક રીતે નબળાઈ મહેસુસ કરવા લાગ્યા હતા અને કંટાળીને તેમણે ફિલ્મી કરિયર છોડી રાજકારણમાં જવાનો નિર્ણય પણ લઈ લીધો હતો.

નવેમ્બર 2005માં તેમને પેટનો દુ:ખાવો ઉપડ્યો હતો. પહેલા લાગ્યુ હતું કે તેમને ગેસને કારણે દુ:ખાવો થયો હશે. બાદમાં નાના આંતરડામાં તકલીફનું નિદાન કરવામાં આવ્યુ હતું.

ઓક્ટોબર 2008માં તેમણે ફરીથી પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. તેમને કામચલાઉ હર્નિયાનુ નિદાન કરવામાં આવ્યુ.1982માં કુલી વખતે થયેલી દુર્ઘટના બાદ આ તકલીફ તેમને વારેવારે પરેશાન કરતી હતી.

એપ્રિલ 2010માં તેમને લિવર સિરોસિસની તકલીફ પણ થઈ હતી. આમ તો આ તકલીફનું નિદાન વર્ષ 2000માં કરવામાં આવ્યુ હતું પણ અમિતાભ બચ્ચને તેનો ખુલાસો 2015ના ડિસેમ્બર મહિનામાં કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે તેમનું લિવર 25 ટકા જેટલુ જ કાર્યરત છે. હેપેટાઈટિસ બિ નામના ફેટલ વાઈરસને કારણે તેમના લિવરે 75 ટકા કામકાજ બંધ કરી દીધુ હતુ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter