સતત મળતી અસફળતાઓથી નિરાશ છો? દરરોજ કરો આ ઉપાય, સર કરશો સફળતાના શિખરો

કેટલાક લોકો હોય છે જેમના કમ હંમેશા બનતા બનતા અટકી જાય છે કે પછી ઘણી કોશિશ કર્યા પછી પણ કોઈ કામ પૂરી નથી થઈ શકતુ. આવા લોકો મોટાભાગે પોતાના નસીબને જ દોષ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક નાના-નાના ઉપાય કરવાથી ખરાબ કિસ્મત બદલી શકાય છે. જ્યોતિષ મુજબ જો કોઈનો સમય ખરાબ ચાલી રહ્યો છે તો તેને રોજ કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય ખૂબ જ સહેલા છે અને તેને કરવાથી ખરાબ કિસ્મત પણ સારા ફળ આપવા માંડે છે. આ ઉપાય આ પ્રકારના છે.  

1. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીનો છોડ અને પીપળ પર જળ ચઢાવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. 

2. સવારે જ્યારે જમવાનુ બનાવો તો  પ્રથમ રોટલી ગાય અને અંતિમ રોટલી કૂતરાને જરૂર ખવડાવો. તેનાથી અનેક પ્રકારના દોષ આપમેળે જ સમાપ્ત થઈ જશે. 

3. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી ઘરમાં સ્થિત પૂજા સ્થળની સફાઈ કરો અને ભગવાનના તાજા  ફૂલ ચઢાવો.  પૂજા સ્થળ પર સફાઈ ન થવાથી ઘરમાં નેગેટિવ એનર્જી ફેલાય જાય છે.  તેનાથી પણ અનેક પ્રકારની પરેશાનીઓ થઈ શકે છે. 

4. રોજ નિકટના કોઈ તળાવ કે નદીમાં માછલીઓ માટે લોટની ગોળીઓ બનાવીને નાખો. જો આ કામ રોજ ન કરી શકો તો દરેક મંગળવાર કે શુક્રવારે પણ કરી શકો છો. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter