સંશોધન: જો તમે નિષ્ફળતાથી નિરાશ થયા છો, તો તેનાથી સંબંધિત સલાહ આપો, સફળ થવાની શકયતા છે

જો તમે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે સખત પ્રયત્નો કરી રહ્યા છો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા છો, તો તમે તે કામ વિશે અન્ય લોકોને સલાહ આપવાનું શરૂ કરો છો. આ રીતે, તમારી પોતાની સફળતાની સંભાવના ૬૫% થી વધુ વધે છે. આવુ એક સંશોધન બાદ જાણવા મળ્યું છે.


  તાજેતરમાં ૨ હજારથી વધુ લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું છે, જેના પછી આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સંશોધન અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન અને યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ. આ સંશોધનનો મુખ્ય આધાર મોટિવેશન સાથે જોડાયેલો હતો. સંશોધકો દ્વારા આ સંશોધન એ બાબત જાણવા માટે કરવામાં આવ્યું હતું કે જો કોઇ વ્યક્તિ વારંવાર મળતી નિષ્ફળતાથી હતાશ છે તો તેને ફરી કાર્ય કરવા પ્રેરિત કરવા માટે નો શ્રેષ્ઠ માર્ગ છે શુ છે તે શોધવા માટે કરવામાં આવી હતી. સંશોધન બાદ સંશોધકોને આ પ્રશ્નનો ખૂબ અદભુત જવાબ મળ્યો હતો.


  સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, ભલે તે વ્યક્તિ પોતે નિષ્ફળ રહી હોય, પણ જ્યારે તે કોઈને સલાહ આપે છે, તેનો આત્મવિશ્વાસ વધે છે. ઉપરાંત, તે જે સલાહ આપે છે તે તેના અર્ધજાગ્રત અથવા અચેતન મન સુધી પહોંચે છે. આ વસ્તુઓની અસર તે સલાહ આપનાર વ્યક્તિના વર્તન અને આઉટપુટમાં દેખાય છે. આના કારણે, તેના સફળ થવાની સંભાવના ૬૫% થી વધુ વધે છે.


   સંશોધનનાં પરિણામોમાં ૬૮% બેરોજગાર લોકોએ જણાવ્યું હતું કે અન્ય લોકોને નોકરી શોધવાનો માર્ગ બતાવ્યા પછી, તેઓને પોતાના માટે નોકરી શોધવાનું પણ તેને સરળ લાગ્યું હતું. ૭૨ ટકા લોકો એવા હતા, જેમની પાસે પૈસા આવી રહ્યા હતા પરંતુ તેઓ બચાવી શક્યા ન હતા. જ્યારે આ લોકો પ્રોફેશનલ બેન્કર જેવા અન્ય લોકોને મની મેનેજમેન્ટ ટીપ્સ આપે છે, ત્યારે તેઓ પૈસા બચાવવાના માર્ગો શોધી શકવામાં સક્ષમ બન્યા હતા. ૭૭% લોકો ગુસ્સાને નિયંત્રિત કરવામાં અક્ષમ હતા. જ્યારે તેઓ અન્ય લોકોને ગુસ્સો રોકવાની ટીપ્સ આપે છે, ત્યારે તેમનું મન શાંત રહે છે

આ સંશોધન બાદ આ બાબત ને સ્વયં સહાય થેરપી એવું નામ આપવામાં આવ્યું હતું

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter