GSTV

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા ૫રિષદમાં ફરી કાશ્મીરનો રાગ આલા૫તું પાકિસ્તાન

Last Updated on February 7, 2018 by

વાર-તહેવારે વૈશ્વિક મંચો પર કાશ્મીરની કાગારોળ મચાવનારા પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં આવી કોશિશ કરી છે. પાકિસ્તાને ફરીથી જૂની રેકર્ડ વગાડતા કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર મામલે 1948ના પ્રસ્તાવની સમીક્ષા કરે. મહત્વપૂર્ણ છે કે 1948ના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવની શરતોનું પાલન નહીં કરનાર પાકિસ્તાન ગત ચાર દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ ચલાવી રહ્યું છે અને પાકિસ્તાન પોતાની આતંકવાદી હરકતો છૂપાવવા માટે રિઝોલ્યૂશનની વાત કરીને દુનિયાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતું રહે છે.

જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર વધેલા તણાવની વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો રાગ આલાપ્યો છે. તેની સાથે પાકિસ્તાને રિઝોલ્યૂશનમાં સિલેક્ટિવ ઈમ્પ્લિમેન્ટેશનનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મલીહા લોધીએ મંગળવારે યોજાયેલા સેશન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાર્યપ્રણાલી પર સંબોધન કર્યું હતું.

મલીહા લોધીએ કહ્યું હતું કે યુએનએસસીની શાખ પર સિલેક્ટિવ ઈમ્પ્લિમેન્ટેશનને કારણે જેટલો બટ્ટો લાગી રહ્યો છે. તેટલો અન્ય કોઈ ચીજથી લાગ્યો નથી. યુએનએસસીએ વખતોવખત પોતાના પ્રસ્તાવના અમલીકરણની સમીક્ષા કરતા રહેવું જોઈએ. ખાસ કરીને લાંબા સમયથી વિલંબિત પડેલા મુદ્દાઓ પર જેવાકે જમ્મુ-કાશ્મીર. મલીહા લોધીએ કહ્યું છે કે જો યુએનએસસી પોતાના પ્રસ્તાવને લાગુ કરવામાં નિષ્ફળ રહે છે, તો તેનાથી માત્ર દુનિયાની સામે યુએનએસસી નબળી નહીં પડે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર પર પણ તેની અસર પડશે.

યુએનમાં પાકિસ્તાનના રાજદૂત મલીહા લોધીએ જમ્મુ-કાશ્મીર પરના 1948ના યુએનએસસીના પ્રસ્તાવની વાત કરી હતી. આ પ્રસ્તાવમાં કાશ્મીરના ભવિષ્યના નિર્ધારણ માટે જનમત સંગ્રહની વાત કહેવામાં આવી છે. મલીહા લોધીએ કથિતપણે કાશ્મીર છોડનારા પાકિસ્તાનના કબાઈલીઓની વાપસીની માગણી કરી છે. ભારતે તેના જવાબમાં કહ્યું છે કે કબાઈલીઓ પાકિસ્તાની સેનાના જવાન હતા અને કબાઈલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ કાશ્મીરને હડપવાની કોશિશ કરી હતી.

Related posts

10 કરોડમાં વેચાયો હતો આ 1 રૂપિયાનો સિક્કો, જો તમારી પાસે પણ છે આવા સિક્કા તો બની શકો છો કરોડપતિ

Damini Patel

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

જાણવા જેવું/ પહેલાથી જ વેચાયેલી પ્રોપર્ટી તમને વેચી દેવામાં આવી છે? તો આ રીતે મળશે વળતર, જાણી લો નવો નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!