GSTV

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કરી રહ્યાં છે ભારત અને પાક વચ્ચેના કાશ્મીર મુદ્દાને ઉકેલવાની કોશિશ

Last Updated on June 21, 2017 by

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટનિયો ગુતેરસનો દાવો છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરના મુદ્દાને ઉકેલવાની કોશિશ કરી રહ્યાં છે. તેથી તેમણે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે કેટલીક બેઠકો કરી છે.

કાશ્મીર મુદ્દાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાનની વાટાઘાટો શરૂ કરવા બાબતે પુછવામાં આવેલા સવાલના જવાબમાં ગુતેરસે સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે તમને શું લાગે છે? તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ત્રણ વખત અને ભારતના વડાપ્રધાનને બે વખત શા માટે મળ્યા છે?

કોઈના પર કંઈપણ નહીં કરવાનો આરોપ લાગે તેનાથી સારું છે કે તેઓ બેઠક કરી લે. આ વર્ષે જાન્યુઆરી માસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બનેલા ગુતેરસે સવાલ કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વિરામના ઉલ્લંઘનોને કેવી રીતે રોકશે?

મહત્વપૂર્ણ છે કે સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ દરમિયાન ગુતેરસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ જેવા વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી હતી.

શરીફ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુતેરસે જૂનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન મુલાકાત કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

 

 

Related posts

ક્રાઇમ / ગાંધીનગરના હડમતીયા ગામે મોડી રાત્રે ફાર્મ હાઉસમાં મિત્રો વચ્ચે ડખો થતા ફાયરિંગ, બિલ્ડરનું મોત

Dhruv Brahmbhatt

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

સામનામાં પ્રહાર: મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ન ચાલે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!