GSTV
Gujarat Government Advertisement

સંજયદત્તની બહેનનું કોંગ્રેસમાંથી કપાઈ શકે છે પત્તું, અા હિરાઈનને અાપશે કોંગ્રેસ ટીકિટ

Last Updated on October 2, 2018 by Karan

ફિલ્મ સ્ટાર સંજય દત્તની બહેન પ્રિયા દત્તનુ કોંગ્રેસ પાર્ટીમાંથી પત્તુ કપાઈ ગયુ હોવાની અટકળો થઈ રહી છે. આગામી લોકસભામાં પ્રિયા દત્તની જગ્યાએ ફિલ્મ અભિનેત્રી રહી ચુકેલી નગમાને ટિકિટ આપવાની પણ વાતો ચાલી રહી છે. પ્રિયા દત્ત કોંગ્રેસમાંથી અત્યાર સુધી મુંબઈની નોર્થ-સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતી આવી છે પણ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની ટોચની નેતાગિરી પ્રિયા દત્તની નિષ્ક્રિયતાથી નારાજ છે. જેના પગલે તેમને પાર્ટીના સચિવ પદ પરથી પણ હટાવી દેવાયા છે.

રવિવારે સાંતાક્રુઝ વિસ્તારમાં નોર્થ સેન્ટ્રલ સીટ માટે પાર્ટીની મળેલી બેઠકમાં પણ નગમા હાજર રહી હતી. જેના પગલે હવે પ્રિયા દત્તની જગ્યાએ નગમાને આ બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી સંભાવનાઓ છે. જોકે પ્રિયા દત્તની જે પ્રકારની ઈમેજ છે તે જોતા કોંગ્રેસ માટે પણ નિર્ણય લેવો એટલો આસાન નહી હોય. પ્રિયાની સાથે તેમના પિતા સુનિલ દત્તની પણ ઈમેજ જોડાયેલી છે. પ્રિયા દત્તને સચિવ પદેથી હટાવવા સામે તેમના સમર્થકો નારાજગી જાહેર કરી ચુક્યા છે. 2014ની ચૂંટણી હાર્યા બાદ પ્રિયા દત્તે કોંગ્રેસમાં મીડિયા પ્રભારી અને સચિવની જવાબદારી બરાબર નિભાવી નથી. પાર્ટી દ્વારા ભારત બંધનુ એલાન અપાયુ ત્યારે પણ તે મુંબઈથી દુર હતી.

Gujarat Government Advertisement

Related posts

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta

ડ્રેગનનો નવો પેંતરો / કોરોનાકાળમાં પણ ચીનની અવળચંડાઇ યથાવત, પેંગોંગ નજીક એકઠાં કર્યા અનેક હથિયારો

Dhruv Brahmbhatt

રાહતના સમાચાર/ શહેરમાં ટેસ્ટિંગ ડોમની પરથી લાઈનો ગાયબ થઈ ગઈ છે, કેસોમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!