GSTV

શ્રીરામ સેનાના પ્રમોદ મુથાલીકે પ્રવિણ તોગડિયાની મુલાકાત લીધી

Last Updated on January 20, 2018 by

શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલીકે વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા સાથે મુલાકાત કરી હતી. પ્રમોદ મુથાલીકે પ્રવિણ તોગડિયાને તેમના ગુરુ ગણાવી સમાજ માટે કેવી રીતે લડવું તે તેમની પાસેથી શીખ્યા હોવાનું જણાવ્યું.

પ્રમોદ મુથાલિકે સમગ્ર મામલે વડાપ્રધાન પર આક્ષેપ કરતા કહ્યું કે રામ મંદિર અને ગૌરક્ષાના નામે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે તેઓ જે કરી રહ્યા છે તે ખોટું છે. પ્રવિણ તોગડિયા શું કોઇ મોટા આરોપી કે આતંકવાદી છે કે તેની સાથે આવો દુર્વ્યવહાર થયો તેવો સવાલ પણ પ્રમોદ મુથાલીકે કર્યો.

પ્રમોદ મુથાલીકે કહ્યું કે પ્રવિણ તોગડિયાનો અવાજ દબાવવાની કોશિશ થઇ રહી છે. પરંતુ સરકાર હિન્દુત્વનો અવાજ દબાવી નહીં શકે. પ્રવિણ તોગડિયા સાથે લાખો લોકો જોડાયેલા છે તેમ મુથાલીકે જણાવ્યું હતું.

Related posts

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari

ઘૂંટણ અને સાંધામાં રહે છે દુખાવો? તો તમારી જ આ 7 ખરાબ આદતો આજે જ છોડી દો, પછી થશે પસ્તાવો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!