GSTV

શેરબજારમાં રોકાણ હોય તો રહેજો સાવધાન, NSEએ જાહેર કરી છે આ ચેતવણી

નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને સ્ટોક બ્રોકર્સ સાથે પાવર ઓફ એટર્ની બનાવતી સમયે સાવધાની રાખવાની સલાહ આપી છે. એનએસઇએ તમામ અધિકારો અંગે પણ માહીતી આપી છે જે દલાલો લાગુ કરી શકે છે. કાર્વી સ્ટોક એક્સચેન્જના ભોપાળા બાદ એનએસઈ હવે એલર્ટ બની ગઈ છે. એનએસઈની ચેતવણી અનુસાર, રોકાણકારોએ એ વેપારના 24 કલાકમાં કોન્ટ્રાન્ક્ટ નોટ પ્રાપ્ત થઈ જાય તેની તકેદારી રાખવાની જરૂર છે.

કાર્વિ સ્ટોક બ્રોકિંગના ગોટાળામાં બહુ જ મોટા છબરડા બહાર આવ્યા છે. જેમાં કાર્વિ સ્ટોક બ્રોકિંગ લિમિટેડે ગ્રાહકો દ્વારા અપાયેલા પાવર ઓફ એટર્નીનો દુરોપયોગ કરીને 95 હજાર ગ્રાહકોના 2300 કરોડ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા છે. સેબીએ 22મી નવેમ્બરે જ કાર્વી સામે સ્ટ્રોક બ્રોકિંગ વ્યવહારોમાં નવા ગ્રાહકો સામેલ કરવા બાબતે પ્રતિબંધ લગાવી દીધો હતો.


હાલમાં એનએસઈએ પાવર ઓફ એટર્ની આપતી સમયે સાવધાન રહેવાની ગ્રાહકોને સલાહ આપી છે. રોકાણકારો એ બધા જ અધિકારો અંગે માહતી મેળવે જે સ્ટોક બ્રોકર પાછળથી અમલમાં મૂકી શકે છે. પાવર ઓફ એટર્નીમાં સમયમર્યાદાનો ઉલ્લેખ જરૂર કરે. બજાર નિયામક સેબી અથવા એકસ્ચેન્જો અનુસાર પીઓએ હોવું ફરજિયાત નથી.


એનએસઇ અનુસાર વેપારના 24 કલાકમાં કોન્ટ્રાક્ટ નોટ સિવાય ઓછામાં ઓછા ત્રિમાસિક ખાતાની વિગતો મેળવી લેવી હવે જરૂરી બની ગયું છે. રોકાણકારોએ પોતાના ખાતામાં નિયમમિત પણ લોગ ઇન થવું એ પણ જરૂરી છે.

Related posts

અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ: ચીનની 3 બેંકોએ દેવું વસૂલવા લીધો આ નિર્ણય

Ankita Trada

NDAમાં શરદ પવાર સામેલ થશે તો, ભવિષ્યમાં મળશે મોટું ઈનામ મળશે : મોદી સરકારના મંત્રીએ આપી લાલચ

Pravin Makwana

ઉઈગર બાદ ઉત્સુલ મુસલમાનો હવે ચીનનો નવો ટાર્ગેટ : હિઝાબ પહેરવા પર મૂકી દીધો પ્રતિબંધ

Karan
Do NOT follow this link or you will be banned from the site!