કેન્દ્રમાં રહેલી મોદી સરકાર શેરડીના ખેડૂતો માટે એક મોટી ભેટ લઈને આવી છે. હવેથી સુગર ફેક્ટરીના માલિકોને Sugar Development Fund પાસેથી લોન મેળવવા માચે મંત્રાલયોના ધક્કા ખાવા પડશે નહી . કારણ કે, સરકારે લોનની પ્રક્રિયાને સરળ બનાવવામાટે એક પોર્ટલની શરૂઆત કરી દીધી છે. જેથી હવે ખાંડ ફેક્ટરીના માલિકોને સરળતાથી લોન મળી શકશે. આ પોર્ટલ થકી સુગર ફેક્ટરની માલિકો ઘર બેઠાં જ લોન માટે આવેદન કરી શકશે.

સરકારે સુગર ડેવલપમેન્ટ ફન્ડમાં લગભગ 15 હજાર કરોડથી વધારેની રકમ રાખી છે. આ ફંડની રકમથી સુગર મિલોને શેરડીની ચુકવણીનું ભંડોળ મળે છે. આ ફંડમાંથી એથેનોલ બનાવવા માટે પણ લોન મળે છે.

સરકારે વિતેલ વર્ષના માર્ચ મહિનામાં 11 હજાર કરોડ રૂપીયા ઉમેર્યા હતા. જેમાં હજુ સુધી 11 હજાર કરોડ રુપીયાની ફાળવણી થઈ નથી. સરકારને લોન માટે કુલ 418 આવેદનપત્ર મળ્યા હતા. જેથી સરકારને આ ફંડમાંથી સુગર મિલને 5 ટકા પર સૉફ્ટ લોન આપી હતી. જો કે, સરકાર વ્યાજ પણ આ જ રકમમાંથી આપે છે.
ખેડૂતોનાં હિતમાં મોટો નિર્ણય
સરકાર દ્વારા સુગર મિલની રોકડ સ્થિતિમાં સુધાર કરવા, સુગર સ્ટોર્સને ઓછો કરવા અને ખેડૂતોને શેરડી માટે લીધેલ પૈસાને સમયસર ભરી શકે તે માટે સરળ વ્યાજ દર વાળી લોનની જાહેરાત કરી છે.

મંત્રાલયના આંકડાઓ પ્રમાણે, કેન્દ્ર અને રાજ્ય બંને દ્વારા નક્રી કરવામાં આવેલ શેરડીના ભાવ આધારે આ વર્ષે હજુ સુધી શેરડીનું લેણુ 9 હજાર કરોડથી વધારે છે.
વિશ્વમાં બ્રાઝીલ બાદ બીજા નંબરે ભારતમાં સૌથી વધારે સુગરનું ઉત્પાદન થાય છે. ભારતે વર્શ 2017-18માં અને 2018-19માં 3.25 કરોડ ટન અને 3.31 કરોડ ટન સુગરનું ઉત્પાદન કર્યું હતું. જે ખાંડનો ઘરેલુ વપરાશ 25 મિલિયન ટનથી વધુ રહ્યો છે.
Read also
- છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ
- ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત
- રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ
- જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ
- મોટા સમાચાર/ Zomatoના બોર્ડે Blinkitની ખરીદીને આપી મંજૂરી, અધધધ આટલા કરોડ રૂપિયામાં થઈ ડીલ!