શુક્રવારે આ એક ઉપાય કરી જુઓ, ખુલી જશે કિસ્મતના દ્વાર

લાલ કિતાબમાં ખૂબ જ સહેલા સસ્તા અને સટીક ઉપયો બતાવાયા છે. જેવા કે જો તમને લાગે છે કે મારુ ભાગ્ય મારાથી રિસાઈ ગયુ છે. જેને કારણે નોકરી, કેરિયર કે વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો અહી રજૂ કરીએ છીએ કેટલક સહેલા ઉપાય..

સૌ પહેલા તમે તાળાની દુકાન પર કોઈ પણ શુક્રવારે જાવ અને એક સ્ટીલ કે લોખંડનું તાળુ ખરીદી દો. પણ ધ્યાન રાખો કે તાળુ બંધ હોવુ જોઈએ ખુલુ નહી. તાળુ ખરીદતી વખતે તેને ન તો દુકાનદારને ખોલવા દો કે ન તો ખુદ ખોલો. તાળુ બરાબર છે કે નહી તે જાણવા પણ ન ખોલશો. બસ બંધ તાળાને લઈને ઘરે આવો.

એ તાળાને એક ડબ્બામાં મુકો અને શુક્રવારની રાત્રે જ તમારા સૂવાના રૂમમાં પથારી પાસે મુકો. શનિવારે સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને તાળાને ખોલ્યા વગર કોઈ મંદિર કે દેવસ્થાન પર મુકી દો. તાળાને મુકીને કશુ પણ બોલ્યા વગર, પલટીને જોયા વગર ઘર પરત આવી જાવ.

વિશ્વાસ અને શ્રદ્ધા રાખો કે જેવુ જ કોઈ આ તાળાને ખોલશે તમારુ નસીબનુ તાળુ પણ ખુલી જશે. આ ખૂબ જાણીતો પ્રયોગ છે. તમારા નસીબ ચમકાવવા માટે આને જરૂર અજમાવો…

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter