શુક્રવારનો આ એક ઉપાય રાતોરાત બદલી નાંખશે તમારી કિસ્મત, અજમાવી જુઓ


હિન્દુ ધર્મમાં ધન પ્રાપ્તિની અનેક રીતોએ જણાવ્યું છે. હિન્દુ ધર્મમાં ધન ની દેવી માતા લક્ષ્મી કહેવામાં આવે છે. આની પૂજાથી પૈસા પ્રાપ્તિનો યોગ બને છે. શુક્રવારમાતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારના રોજ કરવામાં આવેલ કેટલાક ઉપાયો થી, શુક્ર ગ્રહ પણ તમારા અનુકૂળ થઈ જાય છે, સાથે સાથે તમારી ઉપર માતા લક્ષ્મીની પણ કૃપા બની રહે છે.

આજે અમે તમને ઈલાયચી નો એક એવો ઉપાય બતાવીશું જે તમારી કિસ્મત ને બદલી શકે છે. આ ઉપાયથી ધન-દૌલત સાથે જ તમારી બધી ઈચ્છા પણ પૂર્ણ થાય છે. આ રીત શુક્રવારની રાતે 12 વાગે જ કરવી.

આ રીતે કરો ઉપાય…

* શુક્રવાર ની રાતે સારી રીતે હાથપગ ધોઈ અને સ્વચ્છ થઈ જવું અને સફેદ વસ્ત્ર ધારણ કરવા.

* એના પછી કમળ ઉપર બિરાજમાન માતા લક્ષ્મી નો ફોટો કોઈ શાંત અને સ્વચ્છ જગ્યાએ પ્રતિષ્ઠાપિત કરવો.

* હવે ફોટા ના સામે ત્રણ ઈલાયચી રાખો અને તમારા ઇસ્ટ દેવ નું ધ્યાન ધરો.એના પછી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નું ધ્યાન ધરી ને શુક્રદેવ પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા અને તમારા જીવન ના બધા સંકટ દુર કરવા પ્રાર્થના કરો.

*એના પછી શુક્ર મંત્ર “ऊं द्रां द्रीं द्रौं स: शुक्राय नम:”નું 21 વખત ઉચ્ચારણ કરવું.

* મંત્ર જાપ પછી ત્રણેય ઈલાયચી જમણા હાથ ની મુઠ્ઠી માં રાખી લેવી અને બધા ગ્રહ ને યાદ કરતાં કરતા તમારી બધી સમસ્યા ને દૂર કરવા પ્રાર્થના કરવી.

* ત્યાર બાદ મુઠ્ઠી ખોલી ને ત્રણ વાર ફૂક મારવી.હવે ઈલાયચી ને કોઈ વાટકામાં રાખી ને મુખ્ય દરવાજે લઇ જવું.

* હવે જે વાટકા માં ઈલાયચી રાખી છે તેમાં કપૂર નાખી ને સળગાવી દેવી.જ્યારે ઈલાયચી પૂરી રીતે સળગી જાય તો એને તુલસી ના ક્યારા માં નાખી દેવી.

* જો તુલસી નો ક્યારો ના હોય તો કોઈ પાણી માં વિસર્જિત કરી દેવું.થોડાક દિવસો માં તેની અસર જોવા મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter