GSTV
Astrology Life Trending

શું છે તમારું આજનું ભવિષ્ય, જાણો દૈનિક રાશિફળમાં

મેષઃ

તમે ઘર પરિવારને પ્રાથમિકતા આપતા હતા તેના બદલે હવે આર્થિક બાબતો કેન્દ્ર સ્થાને રહેશે. તમારી પ્રાથમિકતાના આ બદલાવની તમારી અપેક્ષા કે ઈચ્છા નહોતી પણ સંજોગોને આધિન આ ફેરફાર સર્જાયો છે. નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા બંને રીતે ખર્ચ ઉપર કાપ મૂકશો.

વૃષભઃ

આપનો આનંદનો સમય પૂરો થઈ રહ્યો છે. બિઝનેસને લગતી બાબતો ગંભીરતા અને સંપૂર્ણ સામર્થ્ય માગી લેશે. જીવનની વાસ્તવિકતા આપની સામે આવી જશે અને આપે બધા જ સ્ત્રોતો કામે લગાડવા પડશે.

 

મિથુનઃ

આજના દિવસે ખુશનુમા અને આનંદદાયક રહેશે. આપ પરના વિશિષ્ટ ગુણોમાંનો એક ગુણ છે આપના સ્વભાવની કોમળતા, ઋજુતા જે આ સપ્તાહે વધારે પ્રદર્શિત થશે. આપની વ્યવહારદક્ષતા અને બુદ્ધિપ્રતિભા પણ ઝળકશે.

 

કર્કઃ

ઘર બહાર સુખ શોધવાને બદલે પોતાના પરિવાર ઉપર જ ધ્યાન આપવાનું આપના માટે યોગ્ય રહેશે પોતાની કે કુટુંબના સભ્યની બીમારીને લઈને મન પરેશાન રહેશે. સપ્તાહના અંતે સમસ્યાઓનું સમાધાન મળે.

 

સિંહઃ

વાહન અકસ્માતનો યોગ હોવાથી પ્રવાસમાં વિશેષ તકેદારી રાખવી. પરિવારજનો કે નજીકના સંબંધીઓ સાથે વાદ વિવાદ થવાનો સંભવ છે. વ્યાવસાયિક ક્ષેત્રે વધુ જોશ અને ઉત્સાહનો પરિચય આપના માટે લાભદાયક રહેશે.

 

કન્યાઃ

આપની ધીરજની કસોટી થશે અને માનસિક શાંતિ ડહોળાશે. મહેનત વગર કે ઓછી મહેનતે વધારે નાણાં મેળવવાનો સમય નથી. મહેનત વગરનું મેળવવાની વૃત્તિ પર કાબૂ રાખજો.

 

તુલાઃ

આપના આત્મગૌરવમાં પણ વધારો થશે. સપ્તાહ દરમિયાન પ્રવાસનું આયોજન શક્ય બને. આપ જ્યાં કામ કરો છો તે માહોલમાં આપને કંઈક ફેરફાર જોવા મળશે.

 

વૃશ્ચિકઃ

આપ આપની કુશળતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો અને બીજા પાસેથી પણ આવી અપેક્ષા રાખશો. ઘર અને ઓફિસ બંને જગ્યાએ આ વાત લાગુ પડે છે. આ સપ્તાહે આપની પાસેથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવશે. પરિવારજનો અને સંબંધીઓની કાળજી રાખવા સાથે ઓફિસમાં સિનિયર તથા જુનિયર સાથે કામ પાર પાડવું પડશે.

 

ધનઃ

પ્રવાસ, મેળાવડાઓ, ખરીદી, વેચાણ, વિદેશી સંપર્કો, ખાનગી સોદાઓ તમારા આજના દિવસેની મુખ્ય પ્રવૃત્તિઓ રહેશે. વેપાર ધંધા ક્ષેત્રે નવી તકો ઝડપીને કારકિર્દી આગળ વધારી શકશો.

 

મકરઃ

ઉષ્માભર્યા સંબંધો અને ઊંડી ગણી આ મહિનાની મુખ્ય બાબત છે. યોગ્ય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરો. શાંતિથી બેસીને આપ પર વરસેલા ગણેશજીના આશીર્વાદ માટે કૃતજ્ઞતાની લાગણી અનુભવવી રહી.

 

કુંભઃ

આ સપ્તાહે આપ પ્રવૃત્તિમય રહેશો અને કેમ નહીં ? આ આપનો જન્મનો મહિનો છે. ઇચ્છાઓ પૂરી થશે, પણ તકરાર અને બોલાચાલી પણ ઘણી થશે. આપ મોટી સફળતા મેળવી ચૂક્યા છો એટલે દુશ્મનો હાનિ હોંચાડી શકે છે. આશપાસ શું બની રહ્યું છે તેનું ધ્યાન રાખજો.

 

મીનઃ

આપના ખિસ્સાને ભારે પડે તેવી શક્યતા છે. અલબત્ત, અભ્યાસ અર્થે દૂરનો પ્રવાસ થાય તેવા યોગો છે. આપને ગ્લેમર અને સત્તા પણ મળી શકે છે. આપના મૌલિક વિચારો સાથે આપ મળતી તકોનો લાભ ઉઠાવી શકશો.

 

Related posts

પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો

Hardik Hingu

Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી

GSTV Web Desk

જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો

Hardik Hingu
GSTV