GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

શું અમદાવાદ ભાજપમાં નથી બધું ઠીકઠાક, મેળામાં 12માંથી માત્ર 2 ધારાસભ્યો રહ્યાં હાજર

રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ફરી એક વખત ધારાસભ્યોની ઉદાસીનતા છતી થઈ છે. શહેરના ભાજપના 12 ધારાસભ્યોમાંથી માત્ર બે ધારાસભ્યો હાજર રહ્યા હતા. ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અને મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ સિવાયના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
અમદાવાદમાં ભાજપના યોજાના કાર્યક્રમમાં આજના ગરીબ કલ્યાણ મેળાની બાબત જ નહીં. ઘણા કાર્યક્રમોમાં ભાજપના અગ્રણીઓ ઘણા સમયથી ગેરહાજર રહેતા હોય છે.

રૂપાણી હાજર હોય તો પણ ઘણા અગ્રણીઓ કાર્યક્રમમાં હાજરી આપવાની તસદી લેતા નથી. તેનું કારણ અંદરો અંદરની બબાલ છે. જે અમદાવાદ ભાજપમાં ઘણા સમયથી ચાલી રહી છે. આજે પણ 12 ધારાસભ્યોમાંથી માત્ર 2 ધારાસભ્યો ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

તો આ તરફ સાબરકાંઠામાં દુર દૂરથી કીટ લેવા આવેલા લાભાર્થીઓને આશ્ચર્યતો ત્યારે થયુ કે જ્યારે તેઓ અપાયેલી બ્યૂટી પાર્લરની કીટમાંથી માઈક્રોવેવ ઓવન મળ્યા હતા. ખુદ લાભાર્થીઓએ પણ જ્યારે કીટનું બોક્સ ખોલીને જોયુ તો છેતરાયાનો અહેસાસ થયો હતો. ત્યારે જામનગરમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં યોગ્ય લાયકાત મુજબની વસ્તુઓ નહિ અપાયાનો આક્ષેપ થયો હતો. જામનગર શહેરમાં 10 હજાર જેટલા લાભાર્થીઓને વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી પણ પેકિંગમાંથી અડધી વસ્તુ કાઢી લેવામાં આવી છે. જેમાં કેટરર્સ વસ્તુ હતી તેમાંથી ઘરકામની વસ્તુઓ નીકળી હતી.

Related posts

દ્વારકાધીશ મંદિરની ટોચનો દંડ તૂટ્યો, શું દેશમાં મોટી મુસીબત આવવાના છે સંકેત?

Mansi Patel

પાવર માટે રૂપાણી સરકારે દેખાડ્યો પાવર, દેશની ટોપની 3 કંપનીઓને આપ્યો મોટો ઝટકો

Mansi Patel

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!