GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

શિવસેનાના સંજય રાઉતે સાધ્યું ભાજપ પર નિશાન કહ્યું, ભગવાન રામે ભાજપથી મોઢું ફેરવ્યું

ઉત્તરપ્રદેસની પેટાચૂંટણીમાં ભાજપને પછડાટ મળતી દેખાતાની સાથે જ એનડીએની કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારોમાં ભાજપના સાથીપક્ષ શિવસેનાએ વેધક વાકપ્રહારો કર્યો છે. શિવસેનાએ ભાજપના બળ્યા પર મીઠું ભભરાવવાની અદામાં કહ્યુ છે કે ભગવાન રામની નિંદા કરનારને માટે રેડ કાર્પેટ પાથરવાને કારણે ભાજપના આવા હાલ થયા છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભામાં ભૂતકાળમાં વિવાદીત નિવેદન કરનારા નરેશ અગ્રવાલને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યા છે.

યુપીની પેટાચૂંટણીમાં 25 વર્ષ બાદ પહેલીવાર બીએસપી અને સમાજવાદી પાર્ટી એકસાથે નજરે પડયા છે. આ વખતે બીએસપી સુપ્રીમો માયાવતીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ખુલ્લો ટેકો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ફૂલપુર બેઠક પર સાજવાદી પાર્ટીના જીત તરફ આગળ વધી રહેલા ઉમેદવારને બિરદાવતા લાલટોપી પહેરેલા સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ માયાવતી જિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા. તો હાથમાં બીએસપીના ઝંડા લઈને ઉભેલા કાર્યકર્તાઓએ સમાજવાદી પાર્ટીના જયકારા લગાવ્યા હતા. સપા અને બીએસપીના કાર્યકર્તાઓએ બુઆ-ભતીજા જિંદાબાદનું નવું સૂત્ર આપ્યું છે.

મીડિયાથી લઈને સોશયલ મીડિયા સુધીના તમામ પ્લેટફોર્મ પર માયાવતી અને અખિલેશ યાદવના સાથે આવવાને કારણે પેટાચૂંટણીમાં ભાજપને પછડાટ મળી રહી હોવાના દાવા થયા છે. જો કે શિવસેનાના પ્રવક્તા અને પાર્ટીના સાંસદ સંજય રાઉતે આને સમાજવાદી પાર્ટી અને બીએસપીના ગઠબંધનને પેટાચૂંટણીના પરિણામોમાં મોટું ફેક્ટર માનવાનો ઈન્કાર કર્યો હતો. સંજય રાઉતે નરેશ અગ્રવાલને ભાજપમાં લેવાના મામલે કટાક્ષ કર્યો હતો. રાઉતે કહ્યુ છે કે ભગવાન રામની સૌથી વધુ નિંદા કરનારા નેતા માટે જે દિવસે રેડ કાર્પેટ નાખી તે દિવસે જ ભગવાન રામ તેમની વિરુદ્ધ થઈ ગયા.

સમાજવાદી પાર્ટીના સારા દેખાવને કારણે ફૂલપુર અને ગોરખપુર બેઠકની પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારનાર કોંગ્રેસ પણ ઉત્સાહિત દેખાઈ છે. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ છેકે જનતાએ ખેડૂત, યુવાનો અને મહિલાઓની વિરોધી નીતિઓવાળી સરકાર વિરુદ્ધ જનમત આપ્યો છે. આ પરિણામો સ્પષ્ટ જણાવે છે કે જનતા ભાજપને સત્તાની બહાર જવાનો રસ્તો દેખાડી રહી છે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને પેટાચૂંટણીમાં જીત બદલ સમાજવાદી પાર્ટીને અભિનંદન આપ્યા છે અને તેમણે ક્હ્યુ છે કે પરિણામો જનતાનો આક્રોશ દર્શાવે છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ માયાવતી અને અખિલેશ યાદવને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું છે કે શાનદાર જીત.. માયવાતી અને અખિલેશ યાદવને અભિનંદન. અંતની શરૂઆત થઈ ચુકી છે. મમતા બેનર્જીએ બિહારની અરરિયા અને જહાનાબાદ બેઠકો પર જીત બદલ લાલુપ્રસાદ યાદવને અભિનંદન આપ્યું છે.. લાલુ યાદવે પણ આભાર માનતા મમતા બેનર્જીના ટ્વિટને રિટ્વિટ કરતા કહ્યુ છે કે ધન્યવાદ દીદી. અમે લોકો એકસાથે મળીને લડી રહ્યા છીએ. અમે લડીશું અને જીતીશું પણ.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યે પણ કહ્યુ છે કે બીએસપીના વોટ આવી રીતે સમાજવાદી પાર્ટીમાં ચાલ્યા જવાની તેમને આશા ન હતી. પરિણામોનું વિશ્લેષણ કરીને બીએસપી, એસપી અને કોંગ્રેસના એકસાથે આવવાના પરિદ્રશ્ય હેઠળ ખુદને તૈયાર કરીને 2019ની ચૂંટણી માટે જીતની રણનીતિ તૈયાર કરીશું.

ફૂલપુર લોકસભા બેઠક યુપીના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્ય અને ગોરખપુર લોકસભા બેઠક યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાનની બેઠકો હતી. ભાજપના ગઢ ગણાતી બંને બેઠકો પર પક્ષના દેખાવને કારણે વિપક્ષને એકજૂટ થવા માટેનો નવો જોશ ભરનારો છે. તો ભાજપની હાર શિવસેના જેવા તેના જ સાથીપક્ષોને રાજકીય દબાણ ઉભું કરવાનો મોકો આપનારી બની રહેશે.

 

Related posts

કોરોનાનો સૂક્ષ્મ રાક્ષસ શક્તિશાળી નેતાઓને પણ છોડતો નથી, કોણ છે આ નેતાઓ જેને થયો કોરોના

Dilip Patel

ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ કારોબાર, ઝમાઝમ પૈસાનો થશે વરસાદ

Mansi Patel

હત્યારા વિકાસ દૂબેનું કબુલનામું: આ રીતે એક પછી એક પોલીસને માર્યા, મૃતદેહોનો ખડકલો કરી તેની સાથે….

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!