શિયાળામાં લસણ છે અતિ ગુણકારી, આ રોગોને તો દૂરથી બાયબાય કરી દેશે

લસણ માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવતો કોઈ પદાર્થ નથી પરંતુ તે એક ગુણકારી દવા પણ છે. લસણમાં શરદી, તાવ, કેન્સર જેવા દર્દોથી બાચવવાના ગુણો રહેલા છે. લસણની તાસીર ગરમ હોવાનાકારણે તે ઠંડીને દુર કરવાનો કુદરતી ઉપાય છે.  ઠંડીની  સીઝનમાં ગાજર, આદુ અને લસણનો જ્યુસ પીવાથી શરીરને એન્ટીબાયોટીક્સ મળે છે અને ઠંડી ઓછી લાગે છે.

હ્રદય સબંધી સમસ્યાની સંભાવનાઓ ઓછી રહે

લસણમાં પ્રોટીન, વિટામીન , ફોસ્ફરસ, લોહતત્વ તથા વિટામીન એ અને બી ભરપૂર પ્રમાણમાં રહેલું છે. લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમજ તેમાં અલિસિન નામનુ એન્ટીબાયોટીક રહેલ છે જે ઘણા રોગો થતા બચાવે છે. જો રોજ લસણની પાંચ કળીઓ ખાવામાં આવે તો હ્રદય સબંધી સમસ્યાની સંભાવનાઓ ઓછી રહે છે. તેમજ કેન્સરનો ભય પણ નથી રહેતો.

લસણ દાંતના દર્દથી પણ રાહત અપાવવાનુ કામ કરે છે

બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિ માટે પણ લસણ ઘણુ ફાયદાકારક છે. એક રીપોર્ટ અનુસાર રોજ લસણના સેવનથી કોલેસ્ટ્રોલમાં 10 ટકાનો ઘટાડો આવે છે. લસણમાં એન્ટી બેક્ટેરીયલ તત્વ હોય છે જે દાંત પર પ્રભાવ પાડે છે.  લસણ દાંતના દર્દથી પણ રાહત અપાવવાનુ કામ કરે છે. લસણને લવીંગની સાથે પીસીને દર્દ વાળા ભાગ પર લગાવવાથી તરત રાહત થઈ જાય છે. લસણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તે શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત કરીને ઈન્સ્યુલિનનુ  પ્રમાણ વધારી દે છે જેનાથી ડાયાબીટીસની બીમારીમાં રાહત મળે છે. લસણ તે લોકો માટે પણ ફાયદાકારક છે જે લોકોનુ લોહી ઘાટુ હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter