GSTV
Home » News » શિયાળામાં ખાઓ મૂળા, નહી જાણતા હોય તેના આટલા સ્વાસ્થ્યવર્ધક લાભ

શિયાળામાં ખાઓ મૂળા, નહી જાણતા હોય તેના આટલા સ્વાસ્થ્યવર્ધક લાભ

મૂળાની સીઝન શિયાળામાં એટલેકે ઠંડીમાં આવે છે. આ ખુબ જ ગુણકારી અને સરળતાથી મળતી શાકભાજી છે. ઠંડીમાં રોજ આનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, ગંધક, આયોડીન અને લોહતત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે.

દેખાવમાં આ જે રીતે સફેદ લાગે છે તેવી જ રીતે તેના ફાયદાઓ પણ સફેદ છે. અમેરિકી ૪૦૦ મિલિયન પાઉન્ડ મૂળા પ્રતિવર્ષ ખાઈને ખતમ કરી નાખે છે. આમાંથી મોટાભાગના લોકો સલાડના રૂપે આનો પ્રયોગ કરે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ…

*  મૂળામાં વિટામીન એ, બી અને સી હોય છે. જે પેટ અને મૂત્ર વિકાર સિવાય અન્ય લાભો પણ પ્રાપ્ત કરે છે.

*  મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાખીને નિયમિત રૂપે પીવાથી મોટાપો દુર થાય છે.

*  મૂળાના પાંદડા કાપીને તેમાં લીંબુ નીચવીને ખાવાથી પેટ સાફ રહે છે અને સાથે શરીર સ્ફૂર્તિલું પણ બને છે.

*  બ્લડપ્રેશર ના રોગીઓ માટે મૂળાને સલાડ રૂપે કાચો ખવડાવવાથી બ્લડપ્રેશર નોર્મલ રહે છે. આ માઈગ્રેન ના મરીઝો માટે પણ સારો છે.

*  મૂળા આપણા દાંતને મજબુત કરે છે. તથા હાડકાંમાં શક્તિ પ્રદાન કરે છે,

*  મૂળા લોહીને સાફ (શુધ્ધ) કરે છે. જેના કારણે લીવર, પરશેવાની ગ્રંથીઓમાં ક્ષમતા વધી રહે છે. ઉપરાંતમાં આમાં પેશાબ વધારવાનો ગુણ રહેલ છે. આ પરશેવા દ્વારા વિશેલા તત્વોને બહાર કાઢે છે.

*  આમાં વિશેષ રૂપે એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ઘણા પ્રકારે કેન્સરને બચાવે છે. ખાસ કરીને પેટના કેન્સર ને.

*  ઠંડીની સિઝનમાં શરદી અને ઉધરસનું સમસ્યા જો તમને રહેતી હોય તો તમારા ડાયેટમાં આને શામેલ કરવાની જરૂર છે. કારણકે આમાં anti-congestive ગુણ હોય છે. જે કફને દુર કરવામાં સહાયક છે.

*  ગેસની સમસ્યા માટે આ રામબાણ છે. મૂળો અને ટામેટાનો સલાડ કે જ્યુસનું સેવન કરવાથી ગેસથી છુટકારો મળે છે.

*  મૂળાના રસમાં દાડમનો રસ મેળવીને પીવાથી હિમોગ્લોબીન વધે છે.

Related posts

મહેસાણામાં મેઘરાજાની મ્હેર બાદ ખેડૂતોએ વાવણી શરૂ કરી

Mansi Patel

નવા નવા સાંસદ બનેલા સન્ની દેઓલનું પદ જોખમમાં, ચૂંટણી જીતવા કરી નાખ્યો અધધધ ખર્ચ

Dharika Jansari

200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!