GSTV
Home » News » શયન કરવું એ રોજિંદી પ્રક્રિયા છે, આ રોજિંદી પ્રક્રિયાનો લાભ કેવી રીતે મેળવી શકાય તે જાણો

શયન કરવું એ રોજિંદી પ્રક્રિયા છે, આ રોજિંદી પ્રક્રિયાનો લાભ કેવી રીતે મેળવી શકાય તે જાણો

‘સંકલ્પ’ એટલે આશા બાંધવી, ઇચ્છા મૂકવી, પૂજાવિધાન કરતી વખતે પરમાત્માને અર્પણ કરવામાં આવતી ઇચ્છા કે પછી મનનું ધાર્યું કાર્ય એમ અર્થ કરી શકાય. આ પ્રત્યેક કાર્ય મનમાં જ થાય છે. માટે, સૌ પ્રથમ એ સમજવા પ્રયત્ન કરીએ કે મન શું છે ? આપણા માનવ શરીરમાં અન્ય અંગોની જેમ મગજ પણ આવેલું છે, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ. આ બુદ્ધિ દ્વારા અનેક વિચારો ઉત્પન્ન થાય છે અને તે વિચારોને રહેવાનું સ્થાન એટલે જ ‘મન’.

બુદ્ધિ તો અનેક વિચારોને જન્મ આપે છે, સારા અને ખોટા એમ બેઉ વિચારો બુદ્ધિ દ્વારા સતત ઉત્પન્ન થતા જ રહે છે. આ તમામ વિચારોને રહેવાનું સ્થાન એ મન છે. મન જે વિચારોને સ્થાયી સ્થાન આપશે તે વિચારો જ સંકલ્પનું સ્વરૂપ ધારણ કરશે. આપણે કાર્યનો આરંભ કરીશું અને જો મન નહીં લાગે તો કાર્ય અધવચ્ચે જ વિરામ પામી જશે.

કાર્યનો પ્રારંભ કરીએ અને કેટલીક વખત એવું બને કે આપણું મન બદલાઈ જાય. કાર્ય કરીએ પણ મનમાં ઉચાટ થાય તો પણ કાર્ય અધવચ્ચેથી અટકી જાય વગેરે તમામ પરિબળો મન સાથે સંલગ્ન છે. આખી ય વાતનો સાર એટલો જ કે બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલા વિચારોને મન સ્થાયી સ્થાન આપશે તે જ વિચારો ટકશે બાકીના વિચારો નિર્મૂળ થશે.

મનની આટલી ભૂમિકા સમજ્યા પછી હવે મૂળ વાત ઉપર આવીએ. મન શુભવિચારોથી નવપલ્લવિત થાય અને પ્રત્યેક વિચારો સાર્થક નિવડે તે માટે શું કરવું ? આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે એ આપણી સૌથી લાંબી સમાધિ સ્થિતિ હોય છે. પણ આપણે આ ઊચ્ચસ્થિતિનો લાભ લેવાનું ચૂકી જઈએ છીએ.

રાત્રિ સમયે જ્યારે આપણે શયન કરીએ છીએ ત્યારે જુદા જુદા અનેક સારા-ખોટા વિચારોને લઈને સૂઈ જઈએ છીએ. આપણો મૂળ સંકલ્પ ક્યારેય આપણે યાદ કરતા નથી. રાત્રિનું ભોજન કરી, પરિવાર સાથે થોડી વાતચિત કરી, ટી.વી.નું મનોરંજન માણી જ્યારે શયનની વેળા આવે ત્યારે સંકલ્પપૂર્તિ માટે આટલું ધ્યાન અવશ્ય રાખવું-

 • સૌ પ્રથમ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા શક્ય હોય તો તદ્દન સફેદ કોટનના વસ્ત્ર ધારણ કરવા. જુદા જુદા કાબરચિતરાં નાઈટ-ડ્રેસ ન પહેરો તે ઇચ્છનિય છે.
 • કપાળ ઉપર અષ્ટગંધ ચંદનનું નાનું તિલક કરવું અથવા ચંદનનું તિલક પણ કરવું.
 • શયનખંડનમાં લાઈટો, દરવાજા બંધ કરવા તેમજ મોબાઈલ પણ બીજાખંડમાં મૂકી દેવો. ટૂંકમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેની કાળજી લેવી.
 • પથારીમાં જ પદ્માસનવાળી અથવા પલાંઠી વાળી ટટ્ટાર બેસી જવું.
 • બે હાથ નમસ્કારની મુદ્રામાં રાખવા.
 • પાંચ મિનિટ સુધી સ્થિર અને શાંત મુદ્રામાં બેસી રહેવું.
 • ત્યારબાદ, મુખથી નાદબ્રહ્મ ‘ઓમ્’ નો દિવ્યધ્વનિ કરવો.
 • ‘ઓમ્’ શબ્દનો દિવ્યધ્વનિ તમારા લક્કીનંબરની જે સંખ્યા હોય તેટલી વખત કરવો. ( દા.ત. જો આપની જન્મ તારીખ 1-9-1096 હોય તો 1+9+1+0+9+6 = 26 2+6 = 8  આમ, 8 અંક એ તમારો લક્કીનંબર થયો કહેવાય).
 • નાદબ્રહ્મ પૂર્ણ થયા બાદ, પોતાનો સંકલ્પ એટલી જ વખત મનમાં બોલવો અને ઈશ્વરને અર્પણ કરવો. (દા.ત. મારા કમરનો દુઃખાવો હવે સંપૂર્ણપણે મટી જાય)
 • સંકલ્પને મનમાં દોહરાવ્યા બાદ કોઈની પણ સાથે અન્ય વાતચિત કર્યા વિના શાંતિથી સૂઈ જવું અને સૂતી વખતે શાંતચિત્તે મનમાં એક પરિસ્થિતિનું નિર્માણ કરવાનું રહેશે.
 • જ્યારે સૂઈ જઈએ ત્યારે મનમાં સંકલ્પના કરવી કે મારું કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે. (દા.ત. મારો કમરનો દુઃખાવો હવે સંપૂર્ણ પણે મટી ગયો છે, હવે મને કોઈપણ પ્રકારની પીડા નથી, હું સ્વસ્થ છું, પ્રસન્ન છું)
 • મનને કાર્યની સફળતા સાથે જોડીને સૂઈ જવું.
 • મનની સ્થિતિ ખૂબ શાંત અને સ્થિર રાખવી.
 • બીજા દિવસે સવારમાં જ્યારે જાગૃત થાવ ત્યારે પુનઃ ‘ઓમ્’ નો નાદબ્રહ્મ પોતાના લક્કીનંબરની સંખ્યા જેટલો કરી પથારીમાંથી બહાર પગ મૂકવો.

આ પ્રક્રિયાથી ઈશ્વરીય સંપદા ઉત્પન્ન થશે. મનની પ્રચંડ ઊર્જા નભોમંડળની ઊર્જા સાથે એકરૂપતા કેળવી, સંકલ્પને અતિ બળવાન બનાવશે. આ બળ સંકલ્પપૂર્તિનો માર્ગ મોકળો કરશે. આરંભેલું કાર્ય અધવચ્ચથી છોડવાની ઇચ્છા નહીં થાય, ગ્રહમંડળનો સાથ-સહકાર મળતો જશે, આત્મવિશ્વાસનું સ્તર ખૂબ ઊંચું જશે અને મન પ્રસન્નતા પ્રાપ્ત કરશે.

અભ્યાસની સફળતા માટે, વેપારની સફળતા માટે, શારીરિક મુશ્કેલીથી છૂટકારા માટે, નોકરીની સમસ્યા નિર્મૂળ કરવા, કૌટુંબિક સમસ્યા કે પછી દાંમ્પત્ય જીવનની સમસ્યાને નિર્મૂળ કરવા માટે અન્ય કર્મ તો કરવા પડશે પણ આ ઉપાય પણ અજમાવજો. પછી જુઓ કેવી સફળતા સ્વાદ ચાખવા મળે છે. આપના પ્રતિભાવ મને અવશ્ય જણાવજો. ઈતિ શુભમ્.

 • અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) (મો) 7069998609
  ઈ-મેલ – harisahitya@gmail.com

Related posts

રાજ્યમાં કોંગ્રેસનો રકાસ છતાં નહી છીનવાય પ્રમુખ પદ!

Path Shah

અમદાવાદ- રાજકોટ અને ગાંધીનગરના તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવાનો આદેશ

Mansi Patel

મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, બેઠક બાદ લીધો નિર્ણય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!