GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

વોડા-આઈડિયાના ડિફોલ્ટના કિસ્સામાં ભારતીય અર્થતંત્ર પર ઘેરી અસર પડવાની આશંકા

એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) પેટે ચૂકવવાની રહેતી રકમમાંથી રૂપિયા ૨૫૦૦ કરોડ સોમવાર સાંજ સુધીમાં જમા કરાવી દેવાની  વોડાફોન-આઈડીયાની ઓફરને સુપ્રીમ કોર્ટ નકારી કાઢયા બાદ વોડાફોન – આઈડીયા આ રકમ તથા બેન્કોને ચૂકવવાની રહેતી દેવાની રકમની ચૂકવણીમાં  ડીફોલ્ટ જવાની શકયતા એકદમ વધી ગઈ છે.

વોડાફોન – આઈડીયા દ્વારા એજીઆરની ચૂકવણીમાં નિષ્ફળતા અને જો તે તેનું કામકાજ બંધ કરે તો ભારતીય અર્થતંત્ર તથા બેન્કિંગ વ્યવસ્થા પર તેની ઘણી જ  ગંભીર અસર જોવા મળવાની સંભાવના છે. કંપની તેનું કામકાજ બંધ કરે તો મોટી માત્રામાં દેવાની ચૂકવણીમાં ડિફોલ્ટ ઉપરાંત, મોટી સંખ્યામાં રોજગાર ગુમાઈ જવાની તથા ગ્રાહકોમાં અફરાતફરી મચી જવાનું જોખમ રહેલું છે.

વોડા-આઈડિયાના ડિફોલ્ટના કિસ્સામાં ભારતની રાજકોષિય ખાધમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટની રજુઆત કરતી વેળા નાણાં પ્રધાને વર્તમાન નાણાં વર્ષની રાજકોષિય ખાધ ૩.૮૦ ટકા અને આગામી વર્ષ માટે જીડીપીના ૩.૫૦ ટકા રહેવા અંદાજ મૂકયો છે. કંપનીના માથે કુલ રૂપિયા ૧.૨૦ ટ્રિલિયનનું દેવું છે તેમાંથી રૂપિયા ૯૦૦ અબજ સરકારને અને રૂપિયા ૨૫૦ અબજ બેન્કોને ચૂકવવાને રહે છે. સરકારને ચૂકવવાની રહેતી રકમમાં સ્પેક્ટ્રમ ડેબ્ટ્નો સમાવેશ થાય છે.

આટલી મોટી રકમની ડિફોલ્ટથી ભારતની રાજકોષિય ખાધમાં વધારો થઈ શકે છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ટેલિકોમ કંપનીઓ સામેના એજીઆર સંબંધિત કેસ જીત્યા બાદ કંપનીઓ પાસેથી મોટી રકમ મેળવવાની સરકારે ધારણાં મૂકી છે.

કંપની બંધ પડી જશે તો ૩૦ કરોડ જેટલા ગ્રાહકો મુશકેલીમાં મુકાઈ જશે. ટેલિકોમ સેવાના અભાવે ગ્રાહકોના ઓનલાઈન કામકાજ તથા ઓનલાઈન બેન્કિંગ વ્યવહારો પણ  કામચલાઉ અટકી જવાનો ભય રહેલો છે. ગ્રાહકોએ અન્ય ટેલિકોમ સેવા લેવાની ફરજ પડી શકે છે અને તે પણ નંબર પોર્ટેબિલિટીનો લાભ લઈને. વોડા-આઈડીયા સાથે સંકળાયેલા ૧૩૫૦૦ કર્મચારીઓના રોજગાર પણ જોખમમાં મુકાશે.કર્મચારીઓ પર સીધી અસર પડશે જ્યારે વેન્ડર્સ તથા અન્ય હિસ્સેદારો પર પણ તેની ગંભીર આડકતરી અસર જોવા મળી શકે છે.

READ ALSO

Related posts

રાજ્યમાં આજે 200 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 8 ઈંચ

Nilesh Jethva

WHOની ભારતને ગંભીર ચેતવણી: હાલમાં શાળાઓ ખોલવી ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે !

Pravin Makwana

ખતરનાક પેથોજન્સ ધરાવતા બિયારણના અજાણ્યા પાર્સલથી સાવધાન રહેવા અપીલ, થઈ શકે છે અનેક રોગો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!