વેસ્ટર્ન આઉટફિટ સાથે ટ્રેડિશનલ જ્વેલરી, તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને બનાવશે ક્લાસી

આજકાલ વેસ્ટર્ન કપડાં સાથે ટ્રેડિશનલ જ્વેલરી પહેરવાનો ટ્રેન્ડ છે. આ ઘણાને નથી ગમતુ પણ ખરેખર તો એ તમને ફંકી લુક આપે છે અને ફેશનેબલ પણ લાગે છે. આ જ્વેલરી પહેરવાના ટ્રેન્ડને ફ્યૂઝન પણ કહેવામાં આવે છે. જો કે એ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

1. વિભિન્ન રંગના ભારતીય રત્નો સફેદ ડ્રેસ સાથે સરસ લાગે છે. એ તમને સોબર છતાં ફેન્સી લુક આપશે.

2. મોતીવાળા અને સોનાના લાંબા કે લેયરવાળા હાર લાંબા ડ્રેસ સાથે સારા લાગે છે. આનાથી તમને રજવાડી લુક મળશે.

3. વેસ્ટર્ન કપડાં સાથે નાની ઝુમકી કે નાના લટકણીયા સારાં લાગે છે. જેમ કે ટક્સીડો જંપસુટ સાથે નાના ઝુમકી તમને હટકે લુક આપશે.

4. શોર્ટ જીન્સ કે રિપ્ડ જીન્સ સાથે પાતળી પાયલ પહેરો, આ સંયોજન દેખાવમાં સારું લાગે છે અને છોકરીઓને કુલ લુક આપે છે. ચાંદીના પાયલ કેઝ્યુઅલ અને ફોર્મલ બંને સાથે પહેરી શકાય છે.

5. ટ્રેડિશનલ ચોકરને વેસ્ટર્ન કપડા સાથે પહેરો. તેમાય હીરાજડીત ચોકરને ડીપ નેક કે ઓફ શોલ્ડર સાથે પહેરશો તો બહુ સુંદર લાગશે. તમે સુંદર લાગવાની સાથે જ બીજાથી અલગ પણ દેખાશો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter