GSTV

વેલેન્ટાઈન્સના દિવસે હોલસેલ વેપારીઓએ ગુલાબના ભાવમાં વધારો કેમ કર્યો નહીં?

Last Updated on February 14, 2018 by

વેલેનટાઇન દિને પ્રેમના પ્રતિક એવા ગુલાબથી પ્રેમનો એકરાર કરવામા આવે છે. ગુલાબની ડીમાંડ રહેતા તેના ભાવમા વધારો થાય છે. જોકે આ વર્ષે ઘરાકી બહુ ન રહેતા હોલસેલ વેપારીઓએ ભાવ વધારો કર્યો નહીં. જ્યારે રીટેઇલમાં 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો.

ગુલાબની આમ તો બારેમાસ માંગ રહેતી હોય છે. પરંતુ 14 ફેબ્રુઆરીના દિને એટલેકે વેલેનટાઇન ડેના દિવસે તેની સૌથી વધુ માંગ રહેતી હોય છે. બુધવારે વેલનટાઇન ડે હોવાથી અમદાવાદ ફુલ બજારમાં મોટા પાયે રેડ-યલો-પીંક ગુલાબ લાવવામાં આવ્યા હતા. વેપારીઓને હતું કે સારી ઘરાકી રહેશે પણ ઘરાકી જામી નહીં. વેલેનટાઇને ગુલાબના બંચનો હોલસેલ ભાવ દર વર્ષે 240 પહોંચે છે, પણ ચાલુ વર્ષે 160-થી 200 જોવા મળ્યો.

હોલસેલ વેપારીઓએ ભાવ વધારો કર્યો નહીં. જ્યારે રીટેઇલરની વાત કરીએ તો દર વર્ષે ભાવ 40 થી 50 સુધી પહોંચે છે પણ તેની બદલે 30 રહ્યો. સામાન્ય દિવસમાં 20 રુપિયામાં વેચાતા ગુલાબના 30 લેવાયા. ગુલાબ ઉપરાંત અન્ય કાર્ડ તેમજ અન્ય ગીફ્ટ આર્ટીકલની માંગ રહેતી હોય છે. પણ ગુલાબનું ફુલ લાગણી અભિવ્યકત કરવા માટે વધુ પસંદ કરાય છે.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!