GSTV
Home » News » વેરાવળ : ૭ ટન વજનની ૩૬ ફૂટ લાંબી વ્હેલ માછલીનો મૃતદેહ મળ્યો કિનારા પર

વેરાવળ : ૭ ટન વજનની ૩૬ ફૂટ લાંબી વ્હેલ માછલીનો મૃતદેહ મળ્યો કિનારા પર

વેરાવળના દરિયા કિનારે ૭ ટન વજનની ૩૬ ફૂટ લાંબી વ્હેલ માછલી તણાઈ આવી હતી. જો કે આ માછલી મૃત હતી. આ માછલીને જોઇને ગામવાસીઓ કુતુહલમાં મુકાયા હતા.

ગુજરાતમાંથી હજારો તન માછલીઓ રોજ નિકાસ થતી હોય છે પણ આવું જ્વ્લે જ બને છે કે કોઈ આટલી વિશાળ માછલીનો મૃતદેહ કિનારા પર આવે. આ માછલી મળી આવતા જંગલ ખાતાને જાણ કરવામાં આવી હતી.

જંગલ ખાતાવાળાએ આ વ્હેલ માછલીના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કર્યું હતુ.

આ વ્હેલ માછલીનુ ભેખડ સાથે અથડાવાથી મોત થયુ હશે અને બાદમાં તેનો મૃતદેહ વેરાવળ કાંઠે તણાઈ આવ્યો હશે તેવુ તારણ નીકળ્યુ હતુ.

બાદમાં મૃતદેહને દરિયાકિનારે જ દફનાવી દેવામાં આવ્યો હતો.

Related posts

સુરતના જાણીતા ડાયમંડ વેપારીના અધિકારીની બેગ વિમાનમાથી ચોરી થતા ચકચાર

Nilesh Jethva

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં PM મોદી અને અમિત શાહ આવશે ગુજરાત,

Mansi Patel

હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરી સામે આ કારણે સુરતમાં ફરિયાદ નોંધાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!