GSTV
Home » News » વૃદ્ધાવસ્થામાં ખુશ રહેવાથી વધે છે આયુષ્ય…

વૃદ્ધાવસ્થામાં ખુશ રહેવાથી વધે છે આયુષ્ય…

ખુશીથી રહેતા વૃદ્ધ લોકો લાંબા સમય સુધી જીવી શકે છે. હા, આ માહિતી નવા અભ્યાસમાં સામે આવી છે. સંશોધકોના આ જૂથમાં ભારતીય મૂળના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. ખુશ રહેવું એ આરોગ્ય માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જો ખુશ રહીને જીવન જીવવામાં આવે તો આયુષ્ય વધવાની સંભાવના છે.

'એજ એન્ડ એજિંગ' નામક સામાયિકમાં પ્રકાશિત થયેલા સર્વેક્ષણમાં ૪૪૭૮ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૯ શરુ કરવામાં આવેલો આ અભ્યાસ ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહ્યો હતો.


       આ અભ્યાસમાં શરૂઆતમાં ખુશી અમે પાછળથી કોઈ કારણોસર મૃત્યુની શક્યતા વચ્ચે અભ્યાસ કરવામાં હાથ ધરાયો હતો. સિંગાપુરમાં ડ્યુક NUS મેડિકલ સ્કૂલના સહાયક પ્રોફેસર રાહુલ મલ્હોત્રા એ કહ્યું હતું કે, સંશોધનમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આ સંકેત મળ્યો છે કે ખુશીમાં સહેજ વધારો પણ વૃદ્ધ લોકોના દીર્ધાયુષ્ય માટે લાભદાયી હોઇ શકે છે. આ સર્વેક્ષણ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સિંગાપોરમાં રહેતા લોકો પર મુખ્ય રીતે કેન્દ્રિત  હતું. 


       પ્રોફેસર મલ્હોત્રા એ જણાવ્યું હતું કે, ખુશી અથવા મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી જાળવી રાખવા માટે અથવા સુધારવા માટે વ્યક્તિગત સ્તર પર તેમજ સરકારી નીતિઓ અને કાર્યક્રમોની મદદ થી પણ વૃદ્ધ લોકો દીર્ઘાયુ બની શકે છે.

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!