વિશ્વાસ તો કાયમ છે છતાં પતિ-પત્નીના સંબંધોમાં આવી ગયો છે અવરોધ? અપનાવો આ વાસ્તુ ટિપ્સ

પતિ-પત્ની વચ્ચે પ્રેમનો સંબંધ અણમોલ છે. જો વિશ્વાસ કાયમ રહે તો કોઈપણ અવરોધ આ સંબંધ વચ્ચે આવી શકતો નથી. અનેકવાર સ્થિતિઓ એવી બની જાય છે કે વિશ્વાસ ડોલી જય છે અને સંબંધો તૂટવા માંડે છે. વાસ્તુમાં કેટલાક એવા સહેલા ઉપાય બતાવ્યા છે જે આ સંબંધમાં સદૈવ તાજગી કાયમ રાખે છે.

  • જીવનસાથીને જે વાત પસંદ ન હોય તે વાત રાત્રે ન કરો.
  • પતિ પત્ની બંનેના ભોજનનો થોડો ભાગ રોજ કાઢીને પક્ષીઓને આપવાથી પરસ્પર પ્રેમ વધે છે.
  • ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની શ્રદ્ધાપૂર્વક દેખરેખ કરો.
  • ઘરમાં લોટ ફક્ત સોમવારે જ દળાવો અને તેમાં થોડા કાળા ચણા નાખી દો. આવુ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા અને પરિવારમાં પ્રેમ કાયમ રહે છે.
  • તમારા રૂમમાં શંખ કે સીપી જરૂર મુકો. પતિ પત્ની સાથે બેસીને પૂજા કરશો તો સંબંધોમાં સદૈવ મધુરતા કાયમ બની રહે છે. શુક્રવારે પતિ પત્ની એકબીજાને પરફ્યુમ ભેટમાં આપો.

ઘરને હંમેશા વ્યવસ્થિત રાખો અને બિન જરૂરી વસ્તુઓ હટાવી દો. બેડરૂમમાં બેડ નીચે કોઈપણ પ્રકારનો સામાન ન મુકો. સુંદરકાંડનો પાઠ કરો. વાંસળી વગાડતા ભગાઅન શ્રીકૃષ્ણ-રાધાની મૂર્તિ કે ચિત્રને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી પ્રેમ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ પર મોર પંખ સુખ સમૃદ્ધિનૂ સૂચક છે. જેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં ખુશીઓ લાવે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter