GSTV

વિશ્વભરમાં પ્રેમના પ્રતિક Valentine’s dayની ઉજવણી, અમદાવાદમાં યુવાનોનું અનોખું સેલિબ્રેશન

Last Updated on February 14, 2018 by

વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. પ્રેમને અભિવ્યક્ત કરવાના આ દિવસને ગુજરાત સહિત ભારતમાં પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને યુવા હૈયાઓ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે. ત્યારે બજારો વિવિધ વેલેન્ટાઈન ગિફ્ટસથી ઉભરાઈ રહ્યા છે. જાત-જાતના કાર્ડસ, ગિફ્ટસ, ચોકલેટ્સની સાથે અનવની વેરાઈટીની ધૂમ જોવા મળી છે.

લવ સિમ્બોલ સાથેના ટેડી બિયર અને રોઝીઝ પણ પ્રેમીઓને એટલા જ પસંદ આવે છે. પોકેટમની બચાવી વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરતા યુવાનોના પોકેટને પરવડે તેવી ગિફ્ટસથી માંડી હજારો રૂપિયાની ગિફ્ટસ બજારમાં મળી રહી છે. યંગસ્ટર્સ પણ પોતાના પ્રેમીને ઈમ્પ્રેસ કરવા કે પછી પ્રપોઝ કરવા આજના દિવસે રૂપિયા સામે જોતા નથી. અને પ્રેમની અભિવ્યક્તિ સારામાં સારી રીતે થાય તેવી ગિફ્ટસ ખરીદી રહ્યા છે.

પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઈન ડેની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. યુવાહૈયાઓ પોતાની પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં ઓલ્ડ એજ હોમ અટલે કે, વૃદ્ધાશ્રમમાં પણ વેલેન્ટાઈન ડેની અલગ રીતે ઉજવણી થઈ.

યુવાન-યુવતીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં પહોંચીને વડીલોના આશીર્વાદ લીધા હતા. વિદ્યાર્થીઓએ વૃદ્ધોને ગિફ્ટ પણ આપી હતી. પ્રેમની અનેક ભાષા હોય છે તેમ કહીને વૃદ્ધો સાથે યુવાનોએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!