GSTV
Home » News » વિવાદીત સ્થાને મસ્જિદ બનશે: શિયા બોર્ડ

વિવાદીત સ્થાને મસ્જિદ બનશે: શિયા બોર્ડ

અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની સુનાવણીના બીજા દિવસે મોટો વળાંક આવ્યો છે. શિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે ગુરુવારે મોટું એલાન કર્યું છે. શિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે વિવાદીત સ્થાન પર મસ્જિદ બનાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીના વિવાદીત સ્થાન પર પ્રસ્તાવને નામંજૂર કર્યો છે.

શિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે અયોધ્યા વિવાદમાં મસ્જિદના સ્થાને મસ્જિદ બનાવવાની વાત જણાવી છે. શિયા પર્સનલ લૉ બૉર્ડના પ્રવક્તા યાસૂબ અબ્બાસે આની જાણકારી આપી છે. સુલતાનનુરુલ મદારિસમાં યોજાયેલી બેઠકમાં શિયા પર્સનલ લૉ બૉર્ડ તરફથી આના સંદર્ભે નિર્ણય લેવામાં આવ્યો છે.

વસીમ રિઝવીએ કહ્યુ છે કે જે ફોર્મ્યુલા તેમણે આપી હતી. તે તેમની અને હિંદુ પક્ષની ફોર્મ્યુલા હતી. કોર્ટે અરજીઓ નામંજૂર કરી છે. તેમાં તેમની અરજી ફગાવાઈ નથી. કોઈ સાથ આપે અથવા નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમની ફોર્મ્યુલાને જ કોર્ટમાંથી મંજૂરી મળશે. તેમને આના સંદર્ભે પુરી આશા છે. કોર્ટ તેમની વાત સાંભળવા તૈયાર થશે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં શરૂ કરવામાં આવેલી સુનાવણીમાં ત્રીજા પક્ષકારોની તમામ હસ્તક્ષેપ અરજીઓને ફગાવી દેવામાં આવી હતી.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ તાજેતરમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને પત્ર લખ્યો હતો. રિઝવીએ કહ્યુ હતુ કે હિંદુ સમાજના મંદિરો તોડીને બનાવવામાં આવેલી તમામ મસ્જિદોને પાછી આપવામાં આવે. આ પત્રમાં રિઝવીએ અયોધ્યાની બાબરી મસ્જિદ સહીતની નવ મસ્જિદોનો ઉલ્લેખ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ અને વસીમ રિઝવી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે હૈદરાબાદ ખાતેની બેઠકમાં કહ્યુ હતુ કે નિષ્પક્ષ ન્યાય અને સમાન સમ્માન આધારીત વાતચીત માટે તૈયાર છે અને મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે કહ્યુ હતુ કે એક વખત મસ્જિદ બની ગઈ. તો હંમશે મસ્જિદ કાયમ રહે છે.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!