GSTV

ભારતે ટેસ્ટ -વન ડે સિરીઝ બાદ T-20માં પણ શ્રીલંકાને પછાડ્યું, 9-0થી જીત સાથે પ્રવાસ પૂર્ણ

Last Updated on September 6, 2017 by

કપ્તાન વિરાટ કોહલી અને મનિષ પાંડેની શાનદાર બેટિંગની મદદથી ભારતીય ટીમે બુધવારે કોલંબોમાં રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી-20 મેચમાં યજમાન શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી હતી. શ્રીલંકાના 170 રનના લક્ષ્યનો પીછો કરતા પ્રવાસી ટીમે 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 174 રન બનાવી જીત હાંસલ કરી હતી. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ અને વન ડે સિરીઝ બાદ એકમાત્ર ટ્વેન્ટી-20માં પણ શ્રીલંકાને ધૂળ ચખાડી હતી. આમ, ભારતીયી ટીમે 9-0થી મેચ જીતીને પોતાનો પ્રવાસ પૂરો કર્યો છે.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બુધવારે વરસાદી માહોલ વચ્ચે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી-20 મેચમાં ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ટૉસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે માત્ર 99 રનની અંદર ટૉચની 4 વિકેટ ગુમાવી હતી. ઓપનર નિરોશન ડિકવેલા 17, ઉત્પુલ થરંગા 5, એન્જેલો મૈથ્યૂઝ 7 અને દિલશાન મુનાવિરા 53 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ આશાન પ્રિયંજનના લડાયક 40 બોલમાં 40 રનની મદદથી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 170 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ યૂજવેન્દ્ર ચહલે લીધી હતી. જ્યારે કુલદીપ યાદવને 2 અને ભુવનેશ્વર કુમાર તેમજ જસપ્રીત બૂમરાહને 1-1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી સુરુ ઉડાનાએ અણનમ 19, થિસારા પરેરા અને સીકૂગે પ્રસન્નાએ 1-11 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દાસૂન શનકા ખાતુ ખોલાવી શક્યો ન હતો.

શ્રીલંકાએ આપેલા 170 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 42 રનના સ્કોરે ઓપનર બેટસમેનો રોહિત શર્મા અને લોકેશ રાહુલની વિકેટ ગુમાવતા ટીમ મુશ્કેલીમાં મૂકાઇ હતી રોહિત 17 અને રાહુલ 5 રન બનાવી આઉટ થયા હતા. ત્યાર બાદ કપ્તાન વિરાટ કોહલીએ અક્ષર પટેલ સાથે મળી મહત્વપૂર્ણ ભાગીદારી કરી ટીમને જીત તરફ લઇ ગયા હતા. જો કે, ટીમ જીત નજીક હતી ત્યારે વિરાટ કોહલી આઉટ થયો હતો. વિરાટે 54 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. જ્યારે મનિષ પાંડેએ 36 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 51 અને મહેન્દ્રસિંહ ધોનીએ અણનમ 1 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી લસિથ મલિંગા, સીકૂગે પ્રસન્ના અને સુરુ ઉડાનાને 1-1 વિકેટ મળી હતી.

Related posts

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

Damini Patel

લોકસભામાં ચીન દ્વારા ભારતીય ભૂમિ પરના કબ્જાની વાતનો સરકારે છેદ ઉડાડ્યો, આપ્યો ચોંકાવનારો જવાબ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!