GSTV
Home » News » વિપક્ષો પર સર્જીકલ સ્ટ્રાઈક કરવા મોદી સરકાર તૈયાર, અનુચ્છેદ 35-A મામલે મોટો નિર્ણય

વિપક્ષો પર સર્જીકલ સ્ટ્રાઈક કરવા મોદી સરકાર તૈયાર, અનુચ્છેદ 35-A મામલે મોટો નિર્ણય

pm modi

આગામી લોકસભા ચૂંટણી પહેલા વર્તમાન મોદી કેબિનેટની અંતિમ બેઠક આગામી ગુરૂવારે મળશે. મોદી કેબિનેટની અંતિમ બેઠકમાં  અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લઈને કેન્દ્ર સરકાર વિપક્ષ પર સર્જીકલ સ્ટ્રાઈક કરે તેવી શક્યતા છે. અંતિમ કેબિનેટમાં થનારા મહત્વપૂર્ણ નિર્ણયોમાં કાશ્મીરમાંથી અનુચ્છેદ 35-A ને રદ્દ્ કરવાનો નિર્ણય પણ સામેલ છે. અનુચ્છેદ 35-એ રદ્દ કરવા માટે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ ચર્ચા-વિચારણા કરી રહ્યા છે.  આ સિવાય ખેડૂતોને લોભાવાનારી યોજના કિસાન સમ્માન યોજનાનો બીજો હપ્તો ચૂકવવા માટે પણ નિર્ણય થઈ શકે  છે.

વિશ્વસનીય સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે કેન્દ્રની મોદી સરકાર છેલ્લા ત્રણ મહિનાથી કાશ્મીરમાથી અનુચ્છેદ 35-A હટાવવા માટે વિચાર વિમર્શ કરી રહિ છે. આ માટે અનેક વખત બેઠક મળી છે. પુલવામા હુમાલ બાદ થયેલી એરસ્ટ્રાઈક પછી સરકાર આ મામલે સરકાર અસમંજસ માં છે. એક વર્ગનું કહેવું છે કે, પાકિતાન સાથેની તનાતની પછી ફરી એક વખત કાશ્મીર મુદ્દો ઇન્ટરનેશનલ ફ્લોર પર ચર્ચાઈ રહ્યો છે ત્યારે હાલમાં  અનુચ્છેદ 35-A પર નિર્ણય લેવાથઈ બચવું જોઈએ. જો કે અમુક લોકોનું કહેવું છે કે વહેલી તકે આ કલમ ને નાબૂદ કરવી જોઈએ.

શું છે અનુચ્છેદ 35-A ?

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની નાગરિકતા પરિભાષા નક્કી કરવાનો અધિકાર આપતો આ કાયદો 14—મે 1954માં લાગુ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની સહમતિ બાદ આ અનુચ્છેદને ભારતીય બંધારમ સાથે જોડી દિવામાં આવ્યો. આ કાયદો અન્ય વિવાદિત અનુચ્છેદ 370નો જ એક ભાગ છે. આ અનુચ્છેદ અન્ય રાજ્યનાં લોકો ને કાશ્મીરમાં  સંપત્તિ ખરીદવા,નાગરિક બનવાનો અધિકાર આપતો નથી. આ સાથે જ કાશ્મીરની કોઈ મહિલા અન્ય રાજ્યનાં પુરૂષ સાથે લગ્ન કરે તો તેની પૈતૃક સંપતિમાંથી તેનાં તમામ હક-હિસ્સા આપોઆપ ખતમ થઈ જાય છે.

READ ALSO

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

Arohi

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!