GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

વિદેશી મુસ્લિમ કલાકારો અયોધ્યામાં રામલીલા ભજવશે

ભાગવત, મહાભારત કે રામાયણ એ ક્યારે જાતી વાદ સાથે સંકળાયેલ નથી તે એક જ્ઞાનનો અખૂટ ખજાનો છે, આ ગ્રંથો તમે જેટલી વાર વાંચો તમને નવું જ મળશે. તો તેમ જ આ ગ્રંથો પર ભજવવામાં આવતા નાટકો પણ એટલા જ રસપ્રદ હોય છે. આ નાટકો દેશી અને વિદેશી બધાને ગમે છે કારણ કે મનોરંજન સાથે જ્ઞાન પણ મળે છે.

એ રીતે જોવા જઈએ તો વિદેશી નાટક મંડળી આ વર્ષે અયોધ્યામાં રામલીલા ભજવવાના છે. આ મંડળી ઇન્ડોનેશિયાની છે, અને આ મંડળીના બધા કલાકારો મુસ્લિમ છે. જોવા જઈએ તો નાટકના કલાકારોને તેવી જ રીતે ક્યારેય ધર્મના બંધનો નડતા હોતા નથી.

આ કલાકારો અયોધ્યા તેમજ લખનઉમાં રામલીલા ભજવવાના છે. તેવી માહિતિ આપતા ઉ.પ્રદેશના ધાર્મિક બાબતો અને સાંસ્કૃતિક પ્રધાન લક્ષ્મિ નારાયણ ચૌધરીએ પત્રકારોને કહ્યું હતું કે આ મંડળના તમામ કલાકારો મુસ્લિમ હોવા છતા તેઓ નોનવેજીટેરિયન ફુડ ખાતા નથી કે તેઓ કોઈ પ્રકારે હિસામાં માનતા નથી.

આ પ્રકારે રામલીલાનું રાજ્યમાં સૌ પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે. તેઓ ૧૩મી સપ્ટેમ્બરે લખનઉ અને ૧૫ મી સપ્ટેમ્બરે અયોધ્યામાં રામાયણના મહત્વના પ્રસંગો ભજવશે. આના દ્વારા સરકાર પરસ્પર સંસ્કૃતિના પરિચયનો સંદેશો લોકોમાં ફેલાવવા માંગે છે.

આના પરથી અનેક પાઠ શીખવા મળી શકે તેમ છે. રામલીલાને ઇન્ડોનેશિયા સાથે મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે. તેના તમામ કલાકારો મુસ્લિમ હોવા છતા, તેઓ તેમના સાંસ્કૃતિક ભૂતકાળને ચાહે છે. અને ૬૫ દેશોમાં રામલીલા પ્રચલીત છે. અને અમે તે તમામને ‘રામનગરી- અયોધ્યામાં ‘રજૂ કરવા માંગીએ છીએ. ભારતમાં હાલ રામાયણની ૧૦૦ જેટલી નૃત્ય નાટિકાઓ પ્રચલીત છે.

યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રો. મનોજ દિક્ષીતે કહ્યું હતું, ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુલ દેશ છે. તે મંડળના તમામ કલાકારો મુસ્લિમ છે. તેમ છતાં તેમને રામલીલા સાથે કોઈ વાંધો કે વિરોધ નથી. જેમાં અયોધ્યામાં તેમનો કાર્યક્રમ અવધ યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં યોજાશે

Related posts

ઉદ્યોગોનો જોખમી કચરાનો નિકાલ ન થાય ત્યાં સુધી નવા એક પણ ઉદ્યોગને મંજૂરી ન આપવા NGTનો આદેશ

Dilip Patel

કોરોના પછી પણ રોગપ્રતિકાર શક્તિ ગમે ત્યારે જતી રહેશે, નહીં થાય એની કોઈ ગેરંટી નથી તેથી સાવધાન રહો

Dilip Patel

માઈ ભક્તો માટે સારા સમાચાર : જલ્દી કરી શકશો માં વૈષ્ણોદેવીના દર્શન, આ નિયમોનું કરવું પડશે પાલન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!