વિચિત્ર જીવ: ફિમેલ પાર્ટનર સાથે નહીં આ વસ્તુ સાથે બનાવે છે સેક્સ સંબંધો, જાણી ચોંકી જશો

ધરતી પર એવા અનેક જીવ વસે છે જેની રચના અને જીવનશૈલી વ્યક્તિને આશ્ચર્યમાં મુકી દે છે. આજે આવા જ એક વિચિત્ર જીવ વિશે જાણવા મળશે અહીં. આ અજીબ પ્રજાતિ છે ઓસ્ટ્રેલિયન જ્વેલ બીટલ. આ જીવ પર થયેલા અધ્યયનો બાદ સ્પષ્ટ થયું છે કે અનેકવાર આ જીવ બિયરની બોટલ સાથે શારીરિક સંબંધ બનાવે છે. જી હાં આ જીવ પોતાની ફીમેલ સાથે અને બિયરની બોટલ વચ્ચે ફરક સમજી શકતા નથી અને તેના કારણે તેઓ બિયરની બોટલ સાથે સંબંધ બનાવે છે. 

વર્ષ 1983માં ઓસ્ટ્રેલિયાના એક જીવ વૈજ્ઞાનિક કપલ ડૈરિલ ગ્વાઈન અને ડેવિડ રેન્ટજએ સૌથી પહેલા એક નરના વ્યવહારનું અધ્યયન કર્યું હતું. જીવ જંતુઓ પર રિસર્ચ કરતા આ કપલએ એક તસવીર રજૂ કરી જેમાં તે બિયરની બોટલને પોતાની સાથી સમજી તેની સાથે સંબંધ બનાવી રહ્યા હોય. ત્યારપછી તેના પર વધારે રિસર્ચ શરૂ થયું અને જાણવા મળ્યું કે, આ પ્રજાતિની માદા જીવ ડૈને ભુરા રંગની હોય છે.

સમસ્યા એ સર્જાય છે કે નર જીવ ચમકતી ભુરા રંગની બિયરની બોટલ અથવા તો ગ્લાસને માદા સમજી લે છે અને તેના પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. આ રિસર્ચ કરવા માટે તેમણે ભૂરા રંગની બોટલને 30 મિનિટ સુધી જમીન પર રાખી અને તેમણે જોયું કે નર તેના તરફ આકર્ષિત થાય છે અને તેના પર બેસી યૌન ક્રિયા કરે છે. આમ કરવા પાછળનું કારણ માત્ર બોટલનો રંગ હોય છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter