GSTV

વિક્રમ મજીઠિયાની કેજરીવાલે લેખિતમાં માફી માગી લેતા, દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ

kejriwal congress news

માનહાની કેસ મામલે પંજાબના પૂર્વ મંત્રી અને અકાળી દળના નેતા વિક્રમ મજીઠિયા પાસે લેખિતમાં માફી માગી લેતા વિવાદ શરૂ થયો છે. વિવાદ બાદ દિલ્હીમાં પોસ્ટર વોર શરૂ થયો છે.

દિલ્હી ભાજપના નેતા અને ધારાસભ્ય મનજિંદરસિંહ સિરસાએ પોસ્ટર લગાવી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપર નિશાન સાધ્યું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ પોતે જુઠા હોવાની વાતનો સ્વિકાર કર્યો છે.

ભાજપ બાદ કોંગ્રેસે પણ અરવિંદ કેજરીવાલ ઉપર નિશાન સાધ્યું છે. કેજરીવાલની માફીથી પંજાબ આમ આદમી પાર્ટીમાં પણ ઘમાસાણ સર્જાયું છે. 2017માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમ્યાન ડ્રગ્સનો મુદો ઉઠાવી પંજાબના તત્તકાલિન મંત્રી વિક્મ મજીઢિયા ઉપર નિશાન સાધ્યુ હતું.

કેજરીવાલે પંજાબમાં ડ્રગ્સ કારોબાર પાછળ મજીઢિયાને જવાબદાર ગણાવ્યા હતાં. મહત્વનું છે કે કેજરીવાલના આરોપ બાદ મજીઠિયાએ તેમની વિરૂદ્ધ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે મજીઠિયા પાસે લેખિતમાં માફી માગી છે.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!