વાસ્તુ : સંધ્યાકાળે ભૂલથી પણ ન કરો આ 5 કામ નહી તો….

vastu tips

વાસ્તુ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિને મજબૂત અને ધન સંપત્તિને વધારવા માટે કેટલીક અચૂક વાતો બતાવી છે. આ સાથે જ આ શાસ્ત્રમાં કોઈ વિશેષ સમય કેટલીક વસ્તુઓ કરવાની મનાઈ કરવામાં આવી છે. જેનાથી તમારા પર કર્જ નહી વધે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.
આવો જાણીએ કે કર્જથી બચવા માટે કંઈ વસ્તુઓને સાંજના સમયે ન કરવી જોઈએ.

  1. લક્ષ્મી માતાને ઘરમાં સાફ સફાઈ ખૂબ પસંદ છે. પણ યાદ રાખો કે સાંજના સમયે ઘરમાં સાફ સફાઈ કે ઝાડૂ ન લગાવવી જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરિદ્રતા અને કર્જનો ભાર વધે છ્
  2. સાંજના સમયે સુવુ વાસ્તુમાં સખત મનાઈ છે. આ ટેવથી તમારા ઘરમાં ગરીબી વધે છે અને તમારા પર કર્જ લેવાનો વારો આવી શકે છે. સૂવાના સ્થાન પર સાંજે પૂજા પાઠ કરો.
  3. પૂજા પાઠ કે અન્ય કોઈ કામ માટે સાંજના સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે.
  4. સાંજના સમયે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ કે ન તો કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ. તેનાથી તમારા પર કર્જ વધી શકે છે અને પૈસાનો પ્રવાહ બહારની તરફ થાય છે.
  5. ઘરની દિવાલ અને ખૂણામાં ગંદકી ન થવી જોઈએ. તેથી નિયમિત ઘરની સાફ સફાઈ કરતા રહો.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter