વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બેડરૂમમાં કરો આ નાનકડા ફેરફાર, પછી જુઓ ચમત્કાર

વાસ્તુના ઉપાયોથી નકારાત્મક ઊર્જા નિષ્ક્રિય થઈ જાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. અહીં જાણો બેડરૂમ માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ…

1. બેડરૂમની સૌથી સારી સ્થિતિ ઘરની દક્ષિણ-પશ્ચિમમાં હોય છે. આથી આ દિશામાં બેડરૂમ બનાવવો જોઈએ.

2. દક્ષિણ-પશ્ચિમ દિશા ઊંઘ માટે સૌથી શાંતિપૂર્ણ અને આરામદાયક સ્થિતિઓ પ્રદાન કરે છે. જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડરૂમ ન બનાવી શકાય તો ઘરના પશ્ચિમ કે દક્ષિણ દિશામાંથી કોઈ એક દિશામાં બેડરૂમ બનાવી શકાય છે.

3. જો તમે એક એવાં ઘરમાં રહેતાં હોવ કે જેમાં બેઝમેન્ટ પણ હોય. તો ક્યારેય બેઝમેન્ટમાં તમારો કે બાળકોનો બેડરૂમ ન બનાવવો જોઈએ, કારણ કે એમ કરવાથી એવું લાગશે કે તમારી ગતિવિધિઓ ઉપર કોઈ નજર રાખી રહ્યું છે. અન્ય કોઇ રૂમમાંથી બેડરૂમ બનાવવો જોઈએ.

4. પતિ-પત્નીને બેડરૂમમાં પલંગ કે પથારી બારીની પાસે ન લગાવવી. તેનાથી સંબંધોમાં તણાવ અને આપસી સહયોગની પ્રવૃત્તિ વધે છે. જો બારીની પાસે પથારી લગાવવી પડે તો તમારા માથા અને બારીની વચ્ચે પરદો જરૂર લગાવો. તેનાથી નકારાત્મક ઊર્જા ઉપર ખરાબ અસર પડે છે.

5. વાસ્તુ પ્રમાણે ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગને આપસી સંબંધો માટે એક્ટિવ માનવામાં આવે છે. એટલા માટે આ ભાગમાં સકારાત્મક ઊર્જાને સક્રિયા અને નકારાત્મક ઊર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે પણ પ્રયાસ કરશો, તે ખૂબ જ ફાયદાકારક રહેશે. આથી આ ભાગમાં સકારાત્મક ઊર્જા વધારનારી છે.

6. એવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવું કે જે અલગાવ દર્શાવે. છત ઉપર બીમ ન હોવો જોઈએ કે એક પલંગ ઉપર બે અલગ-અલગ ગાદલાઓનો ઉપયોગ પણ અલગાવ દર્શાવે છે. તેથી આવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter