GSTV
Home » News » વાસ્તુ શાસ્ત્ર : જો તમારા ઘરમાં હશે આ વાસ્તુ દોષ તો આપી રહ્યાં છો બિમારીને નોંતરુ

વાસ્તુ શાસ્ત્ર : જો તમારા ઘરમાં હશે આ વાસ્તુ દોષ તો આપી રહ્યાં છો બિમારીને નોંતરુ

વાસ્તુશાસ્ત્રતમારા જીવનમાં શાંતિ અને સમૃધ્ધિ લાવનારું છે. વાસ્તુશાસ્ત્રની દરેક ટીપ પાછળવિજ્ઞાન અને તર્ક હોય છે.

જો બેડરૂમની દીવાલમાંથી જો બીમ પસાર થતો હોય તો તેની નીચે બેડ  રાખવો નહીં. આ વ્યવસ્થા માંદગીને આમંત્રણ આપે છે.

જો તમારા રૂમમાં પાંચ ખૂણા પડતાં હોય તો તે સારું નથી. તેની ખરાબ અસરો ટાળવા વાંસની વાંસળી કે પિરામિડ મૂકી શકાય છે.

ઘરનો ઉત્તર-પૂર્વનો ખૂણો હંમેશા બંધ હોવો જોઇયે. ભારે વસ્તુઓને મૂકવા માટે દક્ષિણનો ખૂણો ઉત્તમ રહેશે.

ટોઇલેટ એ વાસ્તુશાસ્ત્રમાં સૌથી ચર્ચિત જગ્યા છે. ટોઇલેટની સીટ ઉત્તર-દક્ષિણ તરફ જ રાખવી જોઇયે અને ઉપયોગ ના હોય ત્યારે બંધ રાખવું જોઇયે.

અલમારી અને પલંગ દક્ષિણ-પશ્ચિમ બાજુની દીવાલ નજીક અને ઉત્તર-પૂર્વ બાજુની દીવાલથી થોડેક દૂર હોવી જોઇયે.

પાણી પીતી વખતે તમારો ચહેરો ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા તરફ રાખો. સારા સ્વાસ્થ્ય માટે આ એક ઉત્તમ ટીપ છે.

ડાઇનિંગ રૂમમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિવાલ પર એક મોટો અરીસો હોવો જોઈએ જે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.

ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં વ્યક્તિનું માથું દક્ષિણ તરફ રહે તે રીતે સૂવું જોઇયે.

હિંસા દર્શાવતું ચિત્ર કોઈપણ સંજોગોમાં ઘર કે કામના સ્થળે મૂકવું જોઇયે નહીં.

ખ્યાતિ અને સફળતા માટે દક્ષિણમાં લાલ લેમ્પ મૂકો.

દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રેમ, બંધન અને સંબંધો સુધારવા માટે દંપતી અથવા કુટુંબને દર્શાવતા ચિત્રો હોવા જોઈએ.

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!