વાસ્તુ : બીજાની આ 6 વસ્તુઓ ભૂલથી પણ ન વાપરો, તૂટી પડશે મુસીબતોનો પહાડ

મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે જરૂર પડે ત્યારે બીજા કોઇની વસ્તુનો ઉપયોગ કરે છે. જેનાથી તેમનો સમય બચે છે પરંતુ આગળ જતાં તેનું નુકસાન પણ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં બીજા કોઇની વસ્તુનો ઉપયોગ કરવાની મનાઇ છે. બીજા વ્યક્તિની આ 6 વસ્તુઓનો ભૂલથી પણ ઉપયોગ ન કરવો.

-વાસ્તુ અનુસાર ક્યારેય કોઇ બીજા વ્યક્તિનો રૂમાલ ઉપયોગમાં ન લેવો જોઇએ. બીજાનો રૂમાલ વાપરવાથી વ્યક્તિને આર્થિક નુકસાન થાય છે.

-ક્યારેય કોઇ બીજાની પથારીમાં ન સુવુ જોઇએ તેનાથી માનસિક પરેશાની અને આર્થિક નુકસાન થાય છે.

-ક્યારેય કોઇ અન્ય વ્યક્તિના જૂતા અને કપડા ન પહેરવા જોઇએ.

-તે વાતનું હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ કોઇ બીજા પાસેથી ઉધાર લેવાની જરૂર પડે તો તેને સમયસર ચુકવી દો.

-વાસ્તુશાસ્ત્ર અનુસાર બીજાની પેનનો ઉપયોગ ન કરવો જોઇએ. તેનાથી પણ આર્થિક સમસ્યાઓ આવે છે.

-ક્યારેય કોઇ બીજાની ઘડિયાળ ન પહેરવી જોઇએ કારણ કે જ્યારે તમે કોઇ બીજાની ઘડિયાળ પહેરો છો ત્યારે જો તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તે તમારા પર પણ આવી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter