વાસ્તુ : ધંધા-વેપારમાં આવતા અવરોધો થશે દૂર, બરકત આપશે આ ટિપ્સ

વેપારી હંમેશાં એવું ઇચ્છે છે કે તેને વેપારમાં બરકત રહે. આ માટે તે ખૂબ જ મહેનત પણ કરતો હોય છે. પરંતુ જો મહેનત મુજબનું ફળ ના મળતું હોય તો તેનાં કારણોમાં એક કારણ વાસ્તુદોષ પણ હોઇ શકે છે. વેપાર આડે આવતા અવરોધો દૂર કરવા માટેની કેટલીક વાસ્તુ ટિપ્સ નીચે મુજબ છે. જે તમને ઉપયોગી થઇ પડશે.

વ્યવસાય માટે જમીનની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક કરો. તેને માટે દિશાનું મહત્ત્વ ખૂબ જ છે. તેથી દિશા પર ખાસ ધ્યાન આપવું જોઇએ.

પૂર્વમુખી દિશાને ઉદયમાન દિશા માનવામાં આવે છે. સૂર્ય પૂર્વમાં ઉદય થાય છે અને અસ્ત થતા સુધી પોતાની ગતિ જાળવી રાખે છે. તેથી પૂર્વમુખી દિશાને પ્રતિભાવાન તેમજ શૌર્ય દિશા પણ કહેવામાં આવે છે.

જો વ્યવસાયનું સ્થળ પૂર્વમુખી હોય તો તે સર્વશ્રેષ્ઠ કહેવાય છે. આવી જમીન પર વ્યાપાર કરવાથી વ્યાપારીને વ્યવસાયમાં સફળતા મળે છે. બજારમાં વ્યાપારની પ્રતિષ્ઠા વધે છે.

જો જમીન ઉત્તરમુખી હોય તો સમજો કે તે સર્વશ્રેષ્ઠ છે. વાસ્તુમાં પૂર્વમુખી જમીન પછી ઉત્તરમુખી જમીનને ઉત્તમ માનવામાં આવી છે. આવી જમીન પર સ્થાપિત કાર્યાલય અને વ્યાપારિક પ્રતિષ્ઠાન સમૃદ્ધશાળી હશે. વ્યવસાય હંમેશાં ફળે છે. વહેપારીઓમાં તમારું નામ પણ પ્રસિદ્ધ બને છે. યશમાં વૃદ્ધિ થશે અને વહેપારી ઝડપથી અમીર બની જાય છે.

જો તમારું કાર્યાલય દક્ષિણ દિશામાં હોય તો ઝડપથી કાર્યાલયની દિશા બદલી નાખો, નહિતર પોતાની જમા પુંજીથી પણ હાથ ધોવા પડશે. એવું માનવામાં આવે છે કે વ્યાપારી હંમેશાં દેવાદાર રહે છે. તે પૈસા કમાવવા માટેના જેટલા પ્રયત્નો કરે છે તેટલું તેને નુકસાન થાય છે. આવી વ્યક્તિ સુખી પણ રહેતી નથી. તેનું દાંપત્યજીવન હંમેશાં કડવાશથી ભરેલું રહે છે.

જો તમે મીન પર પોતાનું પ્રતિષ્ઠાન સ્થાપિત કરી રહ્યા હોવ તો વાસ્તુ પ્રમાણે ઓફિસ બનાવો. મુખ્ય દ્વાર પૂર્વમાં રાખો અને પશ્ચિમથી પૂર્વ તરફ અને દક્ષિણથી ઉત્તરની તરફ તળિયાનો ઢાળ રાખો.

જો તમારી ઓફિસ કે કાર્યાલય એવી જગ્યાએ હોય કે જેની પશ્ચિમ દિશા પશ્ચિમમુખી હોય તો તમારે વ્યવસાયમાં ચડાવ – ઉતારની સ્થિતિ ચાલુ જ રહે છે. વાસ્તુના આધારે આ દિશાને શુભ માનવામાં આવે છે. પરંતુ વ્યવસાયને માટે તેને શુભ માનવામાં આવતી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter