GSTV
Home » News » વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ચમકી ઉઠશે નસીબ

વાસ્તુ ટિપ્સ : ઘરમાં કરો આ ફેરફાર, ચમકી ઉઠશે નસીબ

વાસ્તુ અનુસાર રસોડું ઘરનો સૌથી મહત્વનો ભાગ છે. રસોડું, ઘરમાં સુખ છવાયેલું રહે અને ઘરમાં સમૃદ્ધિ રહે તેના માટે જવાબદાર પણ હોય છે. રસોડામાં ઘરની લક્ષ્‍મી એટલે કે મહિલાઓ સૌથી વધારે સમય પસાર કરતી હોય છે. વાસ્તુમાં પણ એટલા માટે જ રસોડા સંબંધિત ખાસ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનું પાલન થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં રસોડાના સ્થાન, દિશા અને પાણીની વ્યવસ્થા માટે ખાસ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. ચાલો આજે જાણો વાસ્તુના અગત્યના નિયમો વિશે જે રસોડા સાથે સંબંધિત છે.

  • રસોડામાં ભુલથી પણ મંદિર ન રાખવું. આ પ્રકારની વ્યવસ્થા વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૌથી મોટો દોષ ગણાય છે.જેના ઘરના રસોડામાં જ મંદિર હોય છે ત્યાં રહેતા લોકો માનસિક તાણથી ગ્રસ્ત રહે છે.
  • રસોડું અને બાથરૂમ એક દિવાલે હોય અથવા સામે સામે હોય તે વ્યવસ્થા પણ નકારાત્મકતા ઉત્પન્ન કરે છે. આવી વ્યવસ્થાના કારણે ઘરના સભ્યો વચ્ચે લડાઈ-ઝઘડા થયા જ કરે છે.
  • ઘરના મુખ્ય દરવાજાની એકદમ સામે પણ રસોડું ન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ ગણવામાં આવે છે.
  • રસોડામાં ગૃહલક્ષ્‍મીએ સ્નાન કર્યા વિના પ્રવેશ કરવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં સ્નાન કર્યા વિના રસોઈ બનાવવી મનાઈ છે.
  • ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે રોજની બનતી રસોઈમાંથી સૌથી પહેલા ભગવાન માટે ભોગ કાઢવો અને પછી ગાય માટે.

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari

બૉક્સ ઑફિસ પર પણ છવાઇ મોદી લહેર, પહેલાં જ દિવસે પીએમ મોદીની બાયોપિકે કરી આટલા કરોડની કમાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!