GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

વાસ્તુ ટિપ્સ- અપનાવો વાસ્તુના આ ઉપાય, સદાય રહેશે ગજાનની કૃપા

ગણેશજીને દુનિયાના અલગ-અલગ દેશોમાંઅલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુપ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ તેની પીઠનો ભાગ તેટલો જદરિદ્ર છે.

ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે મૂર્તિ અપશુકનિયાળ ગણાય છે, જેમાં અષ્ટમંગલ એક અપવાદ છે. સવા સાત ઇંચથી નવ ઇંચ સુધીના ગણપતિ શુભ ગણાય છે. ઉપરાંત પોણા બે ઈચના ગણપતિ અતિ ઉત્તમ છે. ગણપતિ નત્ય મુદ્રા કરતા સામાન્ય મુદ્રામાં શુભ ગણવામાં આવે છે- 
જે ઘરમાં ગણેશજીની પૂજા થાય છે ત્યાં સમૃદ્ધિ વરસે છે અને લાભ પણ થાય છે. ગણેશજીની સ્થાપના પોતાના ઘરના દ્વારની ઉપર અથવા ઇશાન ખૂણામાં કરીને પૂજા કરી શકાય છે પરંતુ ગણેશજીને ક્યારેય તુલસી ના ચઢાવશો અને અર્પણ પણ ના કરશો.

– ગણપતિને દૂર્વા અને મોતીચૂરના લાડુનો ભોગ ધરાવવાથી અને શ્રીલક્ષ્મીજીના ચિત્રની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવાથી ક્યારેય ધનની ઊણપ વર્તાતી નથી.


-દુકાન અથવા અન્ય વ્યવસાય માટેના સ્થળના ઉદ્ઘાટન વખતે ચાંદીની એક વાડકીમાં ધાણા નાખીને તેમાં ચાંદીની લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ મૂકવી. ત્યારબાદ આ વાડકીને પૂર્વ દિશા તરફ મૂકવી. દરરોજ દુકાન ખોલતી વખતે પાંચ અગરબત્તી વડે પૂજન કરવાથી વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

– દરરોજ ગણેશજીનું પૂજન કરીને તેમનો મંત્ર ‘ઓમ્ ગં ગણપતયે નમઃ’ નો જપ કરી પરીક્ષા આપવા જાઓ તેમાં ચોક્કસ સફળતા મળે છે.

– અભ્યાસ કરતાં વિદ્યાર્થીને જે વિષય અઘરો લાગતો હોય તે વિષયના પુસ્તકમાં ગણેશજીનું ચિત્ર તથા દૂર્વા રાખવાથી આ વિષય સરળ લાગવા લાગશે.

– 
બુધવારના દિવસે વ્રત રાખી બુધ સ્તોત્રનો પાઠ કરવાથી અને ગણેશજીને મગના લાડુ ધરાવવાથી સારો કામ-ધંધો કે નોકરી મળી જાય છે.

Related posts

વારાણસીમાં ટિકટોક વીડિયો બનાવતા પાંચ કિશોરો ગંગામાં આ કારણે ડૂબી ગયા, એક ભૂલ ભારે પડી

Dilip Patel

મનરેગાના મજૂરોના સ્વાસ્થ્ય સાથે ચેડા : ધારાસભ્યએ સ્થળની મુલાકાત લેતા થયો પર્દાફાશ

Nilesh Jethva

ભાઈ સાથે રાશન ખરીદવા પહોંચી શ્રદ્ધા કપૂર, માસ્ક સાથે શેર કરી તસ્વીર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!