GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

‘વાયુ’ની અસરથી રાજ્યભરના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા છ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક નારુ ખતરનાક વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ ગયું છે ગુજરાત પરથી હવે આ વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ પણે ટળી ગયો છે. વાયુ વાવાઝોડું રાજ્યના દરીયાઇ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. જોકે, વાવાઝોડાના સાઇડ ઇફેક્ટના ભાગરૂપે અનેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે.જોકે, વાવાઝોડાની અસર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે.

આજે સવારે 8 કલાક પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 114 તાલુકાઓમાં વધતા-ઓછા અંશે વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં સાડા 6 ઇંચ અને સુત્રાપાડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા 6 ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સુત્રાપાડા તાલુકામાં 6 ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30 મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. 

જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી., માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો.

સવારે 9.30 કલાકની સ્થિતિની વાત કરીએ તો 

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં 57 મી.મી. ઉમરાળામાં 39 મી.મી. પાલીતાણામાં 34 મી.મી.ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. 

બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી.

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લીલીયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. 

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વીંછીયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે. 

તાપી જિલ્લામાં સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લાના ચોર્યાસીમાં 21 મી.મી., ઉમરપાડામાં 11 મી.મી. વરસાદ પડ્યો હતો. તો ઉપરાંત પોરબંદર તાલુકામાં 16 મી.મી., ભરૂચના નેત્રંગ તાલુકામાં 16 મી.મી., નવસારીના ગણદેવીમાં 16 મી.મી., ડાંગના વઘઇ તાલુકામાં 16 મી.મી., સુરેન્દ્રનગરના મૂળીમાં 15 મી.મી., છોટાઉદેપુરના નસવાડીમાં 15 મી.મી., જામનગરના જામજોધપુરમાં 14 મી.મી., દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 14 મી.મી., અમદાવાદના ધંધુકામાં 12 મી.મી., નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં 12 મી.મી. અને આણંદ જિલ્લાના તારાપુરમાં 11 મી.મી. વરસાદ પડ્યો હતો. 

આ ઉપરાંત રાજ્યના 50 થી વધુ તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો.

Read Also

Related posts

અમદાવાદમાં સામાન્ય બોલાચાલી બાદ ખેલાયો ખૂની ખેલ, મોડી રાતે છરીના ઉપરાઉપરી ઘા ઝીકી યુવકની કરી હત્યા

Pravin Makwana

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 53 તાલુકાઓમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ

Pravin Makwana

ભાવનગરમાં ધોધમાર વરસાદ બાદ બજારોમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ઘુસતા માલ-સામાનને થયું નુકસાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!