GSTV
Home » News » વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો આજથી થશે ધમાકેદાર પ્રારંભ, મોદી ખુલ્લો મૂકશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો આજથી થશે ધમાકેદાર પ્રારંભ, મોદી ખુલ્લો મૂકશે

દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 17 થી 22 જાન્યુઆરી, 2019 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2019 (VGGTS 2019) યોજાશે.  ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે ટ્રેડ-શો અંગે જણાવ્યું કે “ગ્લોબલ ટ્રેડ-શો પ્રદર્શનનું ઉદ્દઘાટન તારીખ 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. તારીખ 20 જાન્યુઆરી સુધી આ પ્રદર્શન બાયર-સેલર મીટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ, મીડિયા તથા અભ્યાસુ અને વિદ્યાર્થીઓ માટે આરક્ષિત રહેશે. 20મીના બપોર બાદ આ પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.

‘બી ટુ બી’ના પ્રતિનિધિઓ માટે મુલાકાતો યોજાઈ શકે એવો એક મંચ

ઉર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એક નવીન દ્રષ્ટિકોણ સાથે યોજાનાર આ પ્રદર્શનનો હેતુ વિવિધ ક્ષેત્રો માટે ‘બી ટુ બી’ના પ્રતિનિધિઓ માટે મુલાકાતો યોજાઈ શકે એવો એક મંચ પૂરો પાડવાનો છે. જેમાં અરસપરસ રસ ધરાવતા વેપારીઓ સાથે બેઠકો, ખરીદ-વિક્રેતા બેઠકો, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો, વ્યાપાર નેટવર્કિંગ, તકનીકી મૂલ્યાંકન અને વ્યૂહાત્મક ભાગીદારીને મહત્વ આપવામાં આવશે. 

રૂ. 2000 કરોડ જેટલી રકમના વેપારની આપ-લે થવાની સંભાવના

2019માં 1500થી વધુ દેશ-વિદેશ અને સ્થાનિય ખરીદદારો ભાગ લે એવી સંભાવના છે. MSME અને જાહેર ક્ષેત્રના સાહસો સહિતના મોટા સ્કેલ એન્ટરપ્રાઇઝિસ વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવા માટે વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન છે. ખરીદકર્તા અને વિક્રેતાઓ વચ્ચે યોજાનાર આ બેઠકો દ્વારા રૂ. 2000 કરોડ જેટલી રકમના વેપારની આપ-લે થવાની સંભાવના છે. આ પ્રદર્શનમાં 1.5 મીલીયન મુલાકાતીઓ અને વિશ્વના વિવિધ 100 દેશોના 3000 આંતરરાષ્ટ્રિય ડેલિગેટ્સ ઉપસ્થિત રહે એવી ધારણા છે.

આફ્રિકા ખંડનું પણ પ્રતિનિધિત્વ કરતા 25 થી વધુ દેશો પણ ભાગ લેશે

ટ્રેડ-શોના અન્ય આકર્ષણોમાં ઇનોવેશન એન્ડ ટેક્નોલૉજી, સંભવિત દરેક દેશોની સહભાગીતા સાથે ખાસ કરીને રોબોટિક્સ અને લેસર કટીંગનું પ્રદર્શન, મેડીકેર અને હેલ્થ, ઑડિઓ વિઝ્યુઅલ સર્વિસિસ, આઇટીઇએસએન્ડ કોમ્યુનિકેશનજેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.  અત્યાર સુધીમાં વીજીજીટીએસ 2019માં 15 જેટલા દેશોના કન્ટ્રી પેવેલિયન સાથે કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, ધ નેધરલેન્ડ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ઝેક રિપબ્લિક, નોર્વે, ઑસ્ટ્રેલિયા અને મોરોક્કો જેવા દેશોના પેવેલિયન હશે. એક વિશાળ આફ્રિકન પેવેલિયનમાં આફ્રિકા ખંડનું પણ પ્રતિનિધિત્વ કરતા 25 થી વધુ દેશો પણ ભાગ લેશે.

Related posts

મોદીને માત્ર આર્ટિકલ 370 યાદ છે દેશના 93 ટકા બાળકોને મળતું ભોજન નહીં : કપિલ સિબ્બલ

Mayur

કમલેશ તિવારીની હત્યા પાછળનું નીકળ્યું પાકિસ્તાન કનેક્શન, જાણીને રહી જશો દંગ

Mayur

જે દેશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું તેને મોદીએ આ રીતે દોડતા કરી દીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!