GSTV
Home » News » વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં રાખી અમદાવાદ એરપોર્ટ કરાયા આટલા સુધારા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં રાખી અમદાવાદ એરપોર્ટ કરાયા આટલા સુધારા

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 કાર્યક્રમ માટે દેશ વિદેશથી મુલાકાત લેનાર મુલાકાતીઓને એરપોર્ટ ઉપર કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ બ્યુટીફીકેશન કરાયું છે

18 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે આ ઇવેન્ટ દરમિયાન દેશ-વિદેશથી મહાનુભાવો તેમજ મલ્ટીનેશન કંપનીનાં CEO આવનાર હોઇ, અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓને ગુજરાતની ઝાંખી, રાજ્યનાં ઉદ્યોગ અને રોકાણ ક્ષેત્રમાં થયેલ નોંધપાત્ર વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલ રોકાણની વિપુલ તકોથી પરિચિત કરવા જેવા મુદાઓને સાંકળી લઇ એરપોર્ટ બ્યુટીફીકેશન કરાશે.

એરપોર્ટ બ્યુટીફીકેશનની કામગીરી અંતર્ગત સમિટ દરમિયાન ટર્મીનલ 1 અને 2ના આગમન અને પ્રસ્થાન ઉપર સુવિધાઓથી સજ્જ વાઇબ્રન્ટ ગુજરાત માટેની સ્પેશીયલ લોન્જ બનાવવામાં આવશે. તેમજ મહાનુભાવોને બેઠક વ્યવસ્થા અને જે તે સ્થળે પહોંચવા લાયઝનીંગ ઓફીસર રાખવામાં આવેલ છે. સેરેમોનીયલ લોન્જની બાજુમાં કાર્યક્રમ માટે પધારનાર સ્ટેટ ઓફ હેડને ગાર્ડ ઓફ હોનર પણ આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Related posts

આ બોલિવુડ એક્ટ્રેસે જીન્સના ખુલ્લા બટનવાળો ફોટો મુક્યો, પછી શું થયુ જાણો

Kaushik Bavishi

મોદી પીએમ પદના શપથ બાદ સૌ પ્રથમ કરશે આ દેશનો પ્રવાસ, 2014માં ભૂતાન ગયા હતા

Nilesh Jethva

DRDOએ એસ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!