GSTV

વલસાડ : પોશ તિથલ રોડ પર મહિલાનો મૃતદેહ 3 કલાક રઝળ્યો, પોલીસ કરી કાર્યવાહી

વલસાડના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર એક મહિલાનો રઝળતો મૃતદેહ મળી આવ્યો હતો. સતત ધમધમતા આ રસ્તા પર એક મહિલાનો મૃતદેહ પડ્યો હોવા છતા રસ્તેથી પસાર થતા કોઇ લોકોએ તેની તસદી લીધી નહોતી.

આ વિસ્તારમાં સરકારી અધિકારીઓના નિવાસસ્થાન પણ આવેલા છે. તેમ છતા કોઇએ મહિલાના મોતની જાણ પણ કરી નહોતી. સતત 3 કલાક બાદ કોઇ રાહદારીઓએ આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક મહિલા વલસાડના કોસંબાની હોવાની વિગતો સામે આવી હતી.

જો કે મહિલાના મોતનું સાચુ કારણ જાણી શકાયું નથી. વલસાડ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

એશિયાની સૌથી મોટી ઝૂંપપટ્ટીમાં વરસ્યો Coronaનો કહેર, 1 વ્યક્તિના મોતથી મચ્યો હડકંપ

Ankita Trada

તબલીગી જમાતના લોકોએ ક્વોરન્ટાઇન સેન્ટરમાં મેડિકલ સ્ટાફ સાથે કરી ગેરવર્તણૂક, ચહેરા પર થૂકવાનો આરોપ

Bansari

વિશ્વના 47 હજારથી વધુ લોકો માટે ‘કાળ’ બન્યો Corona, ઇટલીમાં મચાવી તબાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!