GSTV

વર્લ્ડકપમાં 4 નંબરના સ્થાન માટે રહી જોરદાર રસાકસી, આખરે આ ખેલાડી મેદાન મારી ગયો

Last Updated on April 15, 2019 by Karan

ઇંગ્લેન્ડમાં આયોજીત ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ક્રિકેટના મહાસમર માટે મુંબઈ ખાતે યોજાયેલી બીસીસીઆઈના બેઠકમાં 15 સભ્યોની ટીમ ઇન્ડિયાનું એલાન કરાયું છે. આ ડ્રીમ ટીમમાં ઋષભ પંતને સ્થાન નથી મળ્યું. જ્યારે કે દિનેશ કાર્તિક અને લોકેશ રાહુલની લોટર લાગી છે.

આગામી મહિને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાનું એલાન કરી દેવાયું છે. બીસીસીઆઈએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.પસંદગીકારોએ દિનેશ કાર્તિક પર વિશ્વાસ મુક્યો છે. જ્યારે કે આઇપીએલમાં શાનદાર ફોર્મ બતાવીને કે.એલ.રાહુલે પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. યુવા ખેલાડી વિજય શંકરને ટીમમાં સામેલ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે. જો કે અંબાતી રાયડૂને સ્થાન મળ્યું નથી.

આ ખેલાડીઓને લાગ્યો ચાન્સ

ટીમ ઇન્ડિયાની કમાન કોહલીના હાથમાં રહેશે. જ્યારે કે વાઇસ કેપ્ટનની જવાબદારી રોહિત શર્મા સંભાળશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયામાં શિખર ધવન, કે.એલ.રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાંથી 13 ખેલાડીઓનું નામ લગભગ પહેલા જ નક્કી જણાઇ રહ્યું છે. પરંતુ ટીમમાં બે સ્થાન માટે ખાસ ચર્ચા હતી. જેમાં નંબર ચાર પર અંબાતી રાયડુ અને ઓલરાઉન્ડર વિજય શંકર વચ્ચે સ્પર્ધા રહી હતી. જેમાં શંકરે બાજી મારી લીધી. આ જ પ્રકારે રિઝર્વ વિકેટકીપર તરીકે અનુભની દિનેશ કાર્તિક અને દિલ્હીના યુવા ખેલાડી ઋષભ પંતમાં ટક્કર રહી હતી. જો કે કાર્તિકનો અનુભવ કામ કરી ગયો છે. વર્લ્ડ કપ મિશન પર ઉતરી રહેલી ભારતીય ટીમ આ વખતે ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવા માટે જોર લગાવશે. આ પહેલા ટીમ ઇન્ડિયા 1983 અને 2011માં વર્લ્ડ કપ જીતી ચુકી છે.

Related posts

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Dhruv Brahmbhatt

ક્રિકેટ પ્રેમીઓ માટે આવી ખુશખબર: આ તારીખે આમને સામને ટકરાશે ભારત અને પાકિસ્તાન, અહીં રમાશે ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેંટ્સ

Pravin Makwana

Tokyo Olympics: વર્લ્ડ ચેમ્પિયનને જોરદાર ટક્કર આપી છતાં સેમિફાઇનલમાં હારી લવલીના, બ્રોન્ઝ મેડલથી માનવો પડશે સંતોષ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!