GSTV

વરૂણ પટેલ -નરેન્દ્ર પટેલની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, જાણો શું થઇ વાતચીત

Last Updated on October 26, 2017 by

ભાજપમાં જોડાવવા મામલે ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે ગત રવિવારે રાતે મોટો ખુલાસો કર્યા બાદ નરેન્દ્ર પટેલ અને વરૂણ પટેલની વાતચીતની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવતા ખળભળાટ મચ્યો છે.

ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર નરેન્દ્ર પટેલ અને વરૂણ પટેલની વાતચીતની એ કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં નરેન્દ્ર પટેલ અને વરૂણ પટેલ વાતચીત કરી રહ્યાં છે. આ વાતચીતમાં રૂપિયાની લેતી-દેતીની વાત પણ થઇ રહી છે. જેમાં 60 ટકા પહેલા અને 40 ટકા સંમેલન પછી આપવાનો ઉલ્લેખ કરાયો છે, ત્યારે હાલમાં આ ઓડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં ધૂમ મચાવી રહી છે. જો કે, આ કથિત ઓડિયો ક્લિપની જીએસટીવી પૃષ્ટિ કરતું નથી.

ઉલ્લેખનીય છેકે, આ પહેલા ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે વટાણા વેરી દીધા હતા. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, વરૂણ પટેલે મારો એક કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. ટોકન પેટે મને 10 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, હું ક્યારેય વેચાવાનો નથી. નરેન્દ્ર પટેલે એવો પણ દાવો કર્યો હતો કે, બાકીના 90 લાખ રૂપિયા આવતીકાલે આપવાના હોવાની વાત પણ તેમણે કરી હતી. પરંતુ, હું ક્યારેય વેચાવાનો નથી. નરેન્દ્ર પટેલે આરોપ લગાવ્યો કે વરૂણ પટેલે તેમને જીતુ વાઘાણી સહિત અન્ય ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી, અને ત્યારબાદ 10 લાખ રૂપિયા આપ્યા હતા.

Related posts

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari

Farmer cultivates the Bamboo : 25 રૂપિયાનો છોડ લગાવી કરી શરૂઆત, હવે કમાય છે લાખો રૂપિયા; જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!